‘સત્યપ્રેમ કી કથા’ નું બોક્સ ઓફીસ પર શાનદાર શરૂઆત- પહેલા દિવસે જ કરી લીધી 9.25 કરોડની કમાણી

Satyaprem Ki Katha Box Office Collection: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ એ રિલીઝના પ્રથમ દિવસે 9.25 કરોડનું શાનદાર કલેક્શન(Satyaprem Ki…

Satyaprem Ki Katha Box Office Collection: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ એ રિલીઝના પ્રથમ દિવસે 9.25 કરોડનું શાનદાર કલેક્શન(Satyaprem Ki Katha Box Office Collection) મેળવ્યું હતું. તે કાર્તિક આર્યનની કારકિર્દીની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. દર્શકો તરફથી પણ ફિલ્મને લઈને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ફિલ્મને લઈને વર્ડ ઓફ માઉથ પોઝીટીવ છે, જે મુજબ ફિલ્મ હજુ પણ સારું કલેક્શન કરી શકે છે. ગુરુવારે બકરીઈદની રજા હોવાને કારણે ફિલ્મે સારી કમાણી કરી છે. શુક્રવાર વર્કિંગ ડે હોવાને કારણે કમાણીમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ શનિવાર અને રવિવારે ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે.

કાર્તિકની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ
સત્ય પ્રેમ કી કથા કાર્તિકની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. આ પહેલા 2022માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 એ પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

આ સિવાય 2020માં રિલીઝ થયેલી ફિલ્મ લવ આજ કલની શરૂઆત પણ 12.40 કરોડથી થઈ હતી. હવે સત્ય પ્રેમ કી કથાએ પણ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *