સુશાંત સિંહ રાજપૂતના મોત પાછળનું સાચું કારણ આવ્યું સામે

મુંબઈ પોલીસની સુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. પોલીસને પોસ્ટમોર્ટમ ડિટેઇલ રિપોર્ટ પણ મળ્યો છે. પોસ્ટમોર્ટમ કરનારા પાંચ ડોકટરોના અભિપ્રાય પણ જાણવા મળ્યા છે. આ ઉપરાંત સુશાંતની લાશ જે રૂમમાંથી મળી હતી, તે રૂમની ઉંચાઇ, પહોળાઈ વગેરે માપી લીધું છે. ફાઈનલ રિપોર્ટ પહેલા બસ વિસરાના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જે આગામી એક કે બે અઠવાડિયામાં સામે આવી જશે.

પોલીસ તપાસનું પરિણામ છે આત્મહત્યા. બધા દ્વારા મળેલા પુરાવાના સંકેતનો ઈશારો પણ આત્મહત્યા. અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં પણ બહાર આવ્યું આત્મહત્યા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ અંગે તેના ચાહકો ગમે તેટલું બોલે કે ગમે તેટલા સવાલો કરે એને ધ્યાનમાં લીધા વિના મુંબઈ પોલીસ અત્યાર સુધીની તપાસ બાદ એક જ કારણ આપે છે કે સુશાંત સિંહના મોત પાછળ કોઈ કાવતરું નથી. આ એક આત્મહત્યાનો સીધો મામલો છે.

જો કે, મુંબઈ પોલીસ એ પણ જાણે છે કે આ કેસ હાઇપ્રોફાઇલનો છે. તેથી આ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તેમણે આ બાબતની દરેક બાજુથી તપાસ કરી. મુંબઈ પોલીસની તપાસ દરમિયાન કેટલીક એવી બાબતો સામે આવી જે પછી શંકાને કોઈ સ્થાન નથી.

આ કારણો જાણીને મુંબઈ પોલીસ તેને આત્મહત્યા ગણી રહી છે

સુશાંતસિંહ રાજપૂત જે રૂમમાં મૃત્યુ પામ્યો હતો તે રૂમ અંદરથી બંધ હતો. સુશાંતના ઘરે હાજર તેના ત્રણ મિત્રો અને મિત્રો ઉપરાંત ખુદ સુશાંતની એક બહેન પણ હતી જે મુંબઇમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર સુશાંતની બહેન સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેણે પણ દરવાજો ખોલવાનો અને ખોલાવવાનો પ્રયત્ન કર્યો હતો.

જ્યારે ડુપ્લિકેટ ચાવી બનાવનાર મિકેનિકને દરવાજો ખોલવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે પણ સુશાંતની બહેન દરવાજો ખોલતી વખતે ત્યાં જ હાજર હતી. દરવાજા અને તાળાઓની ટેકનીકલ તપાસ કરવાથી એવું પણ સામે આવ્યું હતું  કે દરવાજાના તાળા કે દરવાજા સાથે કોઈ ચેડા કરવામાં આવ્યાં નથી. અંદરથી દરવાજો બંધ હતો. આનો અર્થ એ થયો કે સુશાંત રૂમની અંદર એકલો હતો અને તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

જે રૂમમાં સુશાંતનું મોત નીપજ્યું હતું તે રૂમમાં પંખાની મોટર અને પલંગ વચ્ચેનું કુલ અંતર 5 ફુટ 11 ઇંચ જેટલું હતું. જ્યારે સુશાંતની ઉંચાઈ 5 ફૂટ 10 ઇંચ હતી. એટલે કે બેડ પર ઉભા થયા પછી સુશાંત અને પંખા વચ્ચે માત્ર 1 ઇંચનો ફરક છે. સુશાંતની બહેન, તેના મિત્રો અને ચાવી બનાવનારે જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે સુશાંતની લાશ બેડની બીજી તરફ હવામાં ઝૂલતી હતી. એટલે કે સુશાંતનો મૃતદેહ બેડ પર ન હતો અને ન તો તેના પગ બેડ પર હતા. પલંગની બીજી બાજુ જ્યાં સુશાંતી લાશ ઝૂલતી હતી ત્યાંથી પંખાનું અંતર અને ઉંચાઈ 8 ફૂટ 1 ઇંચ જેટલી હતી.

ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસે માહિતી આપ્યા અનુસાર પંખા અને પલંગની વચ્ચેની ઉંચાઇ પર સુશાંત સરળતાથી પોતાના બંને હાથ ઉઠાવીને પંખા પર ગાંઠ લગાવી શકે છે. બેડ અને પંખા વચ્ચેના અંતર અને સુશાંતની ઉંચાઇ વચ્ચેના અંતરમાં એક ઇંચનો ફરક હતો. એટલા માટે ફંદો ગળામાં લગાવ્યા પછી સુશાંતે બંને પગ પલંગની બીજી બાજુ લઈ લીધા અને હવામાં લટકી ગયો. પોલીસના જણાવ્યા મુજબ ત્યારે લેવામાં આવેલ તસવીર અને નિષ્ણાતોએ જે રૂમનું નિરીક્ષણ કર્યું છે તે સ્પષ્ટ છે કે પંખો પલંગની વચ્ચો-વચ્ચ નહોતો. તેથી જ પલંગની બીજી બાજુ અને પંખા વચ્ચે ઘણું અંતર હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *