ટેલિવિઝનની દિગ્ગજ કહેવાતી અભિનેત્રી(Actress) મંજુ સિંહ(Manju Singh)નું બીમારી બાદ આજે નિધન(DiedDie) થયું છે. પરિવાર દ્વારા શનિવારે આ માહિતી આપવામાં આવી છે. પરિવારે જણાવ્યું છે કે તેનું ગુરુવારે મુંબઈમાં અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે 72 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કૌટુંબિક નિવેદન:
પરિવારે મીડિયાને જણાવ્યું છે કે, “તમને જણાવતાં અમને ખૂબ જ દુઃખ થાય છે કે મંજુ સિંહનું નિધન થયું છે. તે સુંદર અને પ્રેરણાદાયી જીવન જીવતી હતી. ‘મંજુ દીદી’થી ‘મંજુ નાની’ સુધીના તેમના સફરને યાદ કરવામાં આવશે.”
‘શો થીમ’થી શરૂઆત કરી હતી કરિયરની:
મંજુ સિંહે 1980ના દાયકાની શરૂઆતમાં નાના પડદા પર પ્રથમ પ્રાયોજિત કાર્યક્રમ ‘શો થીમ’થી શરૂઆત કરી હતી. મંજુ સિંહને ખાસ કરીને ઋષિકેશ મુખર્જીની 1979ની ફિલ્મ ગોલમાલ માટે જાણવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે રત્ના નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત તે ટીવી ઈન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ હતું.
ઘણા ટીવી શોનું કર્યું નિર્માણ:
તેમણે રંગીન પ્રસારણના પ્રારંભિક યુગમાં દૂરદર્શન માટે ઘણા યાદગાર ટેલિવિઝન કાર્યક્રમોનું નિર્માણ કર્યું, જેમાં સિરિયલો, બાળકોના શો, આધ્યાત્મિકથી લઈને સક્રિયતા અને અન્ય અર્થપૂર્ણનો સમાવેશ થાય છે.
મહત્વના મુદ્દાઓ પર મંજુ સિંહે કરી હતી ચર્ચા:
મંજુએ મોટાભાગે તેના શોમાં રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દા ઉઠાવ્યા હતા. તેણે 1983માં ‘શો ટાઈમ’થી નિર્માતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં ઘણી પ્રાદેશિક ભાષાઓની સાહિત્યિક ટૂંકી વાર્તાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેણે પોતાની ડોક્યુમેન્ટ્રી-ડ્રામા સિરીઝ ‘અધિકાર’માં મહિલાઓના કાયદાકીય અધિકારોને દુનિયાની સામે મૂક્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.