કૃતિ સેનન અને ‘આદિપુરુષ’ ફિલ્મ ડીરેક્ટર ઓમ રાઉતનું ઇલુઇલુ? તિરુપતિ મંદિરના પુજારી બોલ્યા ‘હોટલમાં રૂમ બુક કરાવી…’

Adipurush Director Om raut kiss to kriti sanon: ચિલ્કુર બાલાજી મંદિર (Chilkur Balaji Temple) ના મુખ્ય પૂજારીએ 7 જૂને તિરુપતિના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં આદિપુરુષ (Adipurush) ફિલ્મ નિર્માતાએ અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon kiss) ને કથિત રીતે ચુંબન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. ધાર્મિક સ્થળ પર બોલિવૂડની આવી વિધિઓએ દેશમાં નવો વિવાદ ઉભો કર્યો છે. ધાર્મિક સ્થળો પર આ રીતે ચુંબન કરીને ગુડબાય કહેવાની આધુનિક પરંપરા પર પણ લોકો સવાલ ઉઠાવવા લાગ્યા છે.

કૃતિ સેનન-ઓમ રાઉતના ચુંબન પર હંગામો

આ વિવાદ 7 જૂને શરૂ થયો હતો જ્યારે ફિલ્મ નિર્માતા મંદિર પરિસરની બહાર કૃતિ સેનનને અલવિદા કહેતા જોવા મળ્યા હતા. આના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને બીજેપીના રાજ્ય સચિવ રમેશ નાયડુએ આ દ્રશ્યની ટીકા કરી હતી પરંતુ બાદમાં તેમનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.

મુખ્ય પૂજારીએ પણ આકરી ટીકા કરી હતી

હવે ભાજપના નેતાના શબ્દોને સમર્થન આપતા મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું, “તે નિંદનીય કૃત્ય છે, મંદિરમાં પતી-પત્ની પણ સાથે જી શકતા નથી, તમે હોટેલના રૂમમાં જઈ શકો છો અને આવું કૃત્ય કરી શકો છો. તમારું વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે.

તાજેતરમાં ટ્રેલર રિલીઝ થયું
ઓમ રાઉતે કૃતિ સેનનને કિસ કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો. ટીમ આદિપુરુષે તિરુમાલા ખાતે એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન 6 જૂને ફિલ્મનું છેલ્લું ટ્રેલર રિલીઝ કર્યું હતું. બુધવારે ડિરેક્ટર ઓમ રાઉત અને કૃતિ સેનન તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા.

ભાજપે પણ ઘેરાવ કર્યો હતો
હાલમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ફિલ્મ નિર્માતા બાય કહેતી વખતે કૃતિને ગાલ પર કિસ કરતા જોઈ શકાય છે. આનાથી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ નારાજ થયા અને ભાજપના રાજ્ય સચિવ રમેશ નાયડુ નાગોથુએ પણ તેની સખત નિંદા કરી. આદિપુરુષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *