હાલમાં યોગી આદિત્યનાથ(Yogi Adityanath) બીજી વખત ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી(Election)માં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ જંગી જીત મેળવી હતી. આ સાથે સીએમ યોગીએ ઘણી જૂની માન્યતાઓને તોડી નાખી અને બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
આ દરમિયાન, એક ટીવી ઈન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું કે, શું તેઓ તેમની નાની બહેનની હાલત જાણે છે. ત્યારે યોગીએ જવાબ ન આપ્યો. એ વખતે ઈન્ટરવ્યુમાં બહેનની તસવીરો બતાવવામાં આવી હતી. તસવીરોમાં યોગીની બહેન ઘાસ કાપતી જોવા મળે છે. ઉપરાંત, તે એક નાની દુકાનમાં ચા વેચતી પણ જોવા મળે છે. આ તસવીરો જોઈને યોગી ખૂબ જ પરેશાન થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા.
તેમની બહેન શશિ ફૂલ, પ્રસાદ, ચા અને ખોરાક વેચતી નાની દુકાન ચલાવે છે. શશી તેના પતિ પુરણ સિંહ પાયલને મળી અને તેણે ગામના પ્રખ્યાત માતા પાર્વતી મંદિર નજીક ફૂલ અને પ્રસાદની દુકાન ખોલી. અહીં મોટી સંખ્યામાં યાત્રીઓ દર્શન માટે આવે છે. મંદિરની નજીક લગભગ 70 દુકાનો છે, જેમાંથી એક શશિની ઝૂંપડીની દુકાન છે. શશી અને તેના પતિ દરરોજ 2.5 કિમી ચાલીને દુકાન ચલાવવા જાય છે. શશી ત્રણ બાળકોની માતા છે. બે પુત્રો અને એક પુત્રી.
જયારે યોગી બીજીવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે તેમની બહેને તેમની પાસેથી એક માંગ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, એકવાર માને મળવા આવી જજો. યોગીના ગામમાં હાલ જશ્નનો માહોલ છવાયો છે. બધા જ ભાઈ-બહેન માતાના ઘરે ભેગા થયા હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.