ગંગુબાઈ કાઠિયાવાડીના ‘ઠોલીડા’ ગીત પર 74 વર્ષના માડીએ એવો ડાન્સ કર્યો કે, આલિયા પણ ફિક્કી પડશે- જુઓ વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, એક 74 વર્ષીય બા ગંગુબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiawadi)નું ગીત ઠોલીડા(Tholida) પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જયારે 74 વર્ષીય બાનાં આ ડાન્સને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ડાન્સને જોતા લાગી રહ્યું છે કે, બા આજના નવ યુવાનોને પણ પાછળ મૂકી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, કાળા માથાનો માનવી જે પણ ધારે એ સરળતાથી કરી શકે છે. આ વાયરલ થયેલ વિડીયો નવસારીમાં રહેતા જશોદાબેન પટેલ સાર્થકનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગત 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી ડીસ્ટ્રીક સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમાં અવારનવાર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જયારે આ કાર્યક્રમમાં નવસારી લૂંસીકુલ વિસ્તારમાં રહેતા એક જશોદાબેન પટેલ દ્વારા પણ આ કાર્યક્રમમાં એક કૃતિ રજૂ કરવામાં આવી હતી.

હાલમાં જ રીલીઝ થયેલ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના ઠોલીડા ગીત પર એક બા નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે. ઠોલીડા ગીત પર ડાન્સ કરી રહેલા આ 74 વર્ષીય બાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ બા નાનપણથી ડાન્સ કરવાના ખુબ જ શોખીન હતા.

જયારે આ બા ને તેમના પતિ દ્વારા ડાન્સ કરવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા. જયારે જશોદા બા નાનપણથી ગરબાનો અને ડાન્સ કરવાનો શોખ રાખતા હતા. જશોદા બાએ નૃત્યમાં કોઈ ખાસ તાલીમ મેળવી નથી પરંતુ વુમન્સ ડે નિમિત્તે ડિસ્ટ્રિક્ટ યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પોતાના પતિના કહેવાથી જશોદા બાએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બા દ્વારા આપવામાં આવેલ ડાન્સ પર્ફોર્મન્સનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *