ગુજરાત(Gujarat): રાજ્યમાં કોવિડ(Covid)ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલય(Gandhinagar Secretariat)ના તમામ વિભાગો, રાજયની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બંને ડોઝ(Both doses of the vaccine) લીધા હોવાની અને તેના પ્રમાણપત્રના આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ મળશે.
જેના અનુસંધાને સુરત(Surat) શહેર-જિલ્લાની સરકારી કચેરીઓમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર મુલાકાતી જ પ્રવેશ મેળવે તે હિતાવહ છે. જિલ્લા કલેકટર-મામલતદાર સહિતની સરકારી કચેરીઓમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા નાગરિકોએ પ્રવેશ કરવા અને રસી ન લીધી હોય તેવા અન્ય નાગરિકોએ બિનજરૂરી રીતે સરકારી કચેરીઓમાં પ્રવેશ ન મળશે નહિ.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસ:
ગુજરાતમાં કોરોનાના સંક્રમણની સાથે ઓમિક્રોનનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 690 કોરોના કેસ તો વડોદરામાં 181 કેસ અને રાજકોટમાં 159 કોરોના કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વેન્ટિલેટર પર 32 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે તો 236 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યમાં 10,994 કોરોના એક્ટિવ કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5.26 લાખ લોકોમાંથી 2.80 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 9.18 કરોડ વેક્સિન ડોઝ અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.