રાજકોટમાં કિશોરીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 19 વર્ષીય આરોપીએ સગીરાને અલગ અલગ જગ્યાએ લઇ જઈ…

ગુજરાત રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર દુષ્કર્મની ઘટના બની રહી છે. આરોપીઓને જાણે હવે પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેમ ઘટનાઓને અંજામ આપી…

ગુજરાત રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર દુષ્કર્મની ઘટના બની રહી છે. આરોપીઓને જાણે હવે પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેમ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે રાજકોટના કોટડાસાંગણીના પીપલાણા નજીક આવેલ કારખાનામાં કામ કરતી 14 વર્ષીય કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ચોટીલા પંથકના પરીવારની 14 વર્ષીય કિશોરીનું કોટડાસાંગાણીના વાદિપરા ગામના વિશાલ દેવાયતભાઈ ભોજામીના નામના 19 વર્ષીય આરોપી અને ભોગ બનનાર છેલ્લા બે માસથી પીપલાણા નજીકના કારખાનામાં સાથે કામ કરતા હતા, તે દરમિયાન આરોપી વિશાલની દાનત બગડી હતી. કિશોરીને લગ્નની લાલચ આપી ગત તા.10 સપ્ટેમ્બરના રોજ લલચાવી ફોસલાવીને બાઈક પર બેસાડીને અલગ અલગ જગ્યાએ અજ્ઞાત સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

ગુનો દાખલ કરતા પોલીસે કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે કિશોરીને આરોપી દ્વારા કઈ જગ્યાએ  લઈ જવામાં આવી હતી તે પુછપરછ કરી છે અને વિશાલને અપહરણ અને દુષ્કર્મ કરવામાં કોઈએ મદદગારી કરી હતી કે નહિ, સાથે જ કિશોરીને ક્યાં રાખવામાં આવી હતી તે સહિત અંગે સીપીઆઈ એચ જી પલ્લાચાર્ય અને રાઈટસ એ વી ધંધુકિયા, કે આર મકવાણાએ પૂછપરછ હાથ ધરી છે.

હાલમાં આ ઘટનાને લઈને સમગ્ર રાજકોટ પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આરોપીનો કોવિડ રિપોર્ટ કરાવી પોલીસે તેની ધરપકડ કરી છે. IPC કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨) તેમજ પોસ્કોની કલમ ૬ મુજબ ગુનો દાખલ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *