Monday Remedies: સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવનું વિધિ-વિધાન પૂર્વક પૂજન કરવાનું હોય છે. માન્યતા છે કે, ભગવાન શિવની પૂજા (Monday Remedies) કરવાથી તેમની સાથે માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. આ દિવસે ભગવાન શિવનાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મહિલાઓ વિધિ-વિધાનથી પૂજા કરે છે. અને વ્રત રાખે છે. આ ઉપરાંત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનાં દિવસે મોટાભાગે કુંવારી કન્યાઓ વ્રત રાખે છે. કહેવાય છે કે, ભગવાન ભોળેનાથ જલ્દી પ્રસન્ન થતાં દેવતા છે. તે માત્ર જળ અને બીલીપત્રથી જ પ્રસન્ન થઇ જાય છ અને ભક્તોને મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા મેળવવા માટે સોમવારનાં દિવસે કરો આ ઉપાય. આવો જાણીએ કેટલાંક સરળ ઉપાય જેનાંથી ભગવાન શિવને આપ પ્રસન્ન કરી શકો છો જેનાંથી આપની બધી જ મનોકામના પૂર્ણ થઇ જશે.
અજમાવો આ ઉપાયો
શાસ્ત્રો અનુસાર સોમવારે દહીં, સફેદ વસ્ત્ર, દૂધ અને ખાંડનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ભોલેનાથ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને ઇચ્છિત વરદાન આપે છે.
જો તમે પૈસાની અછત અથવા ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે સોમવારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
આ સિવાય જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પ્રભાવિત હોય, જેના કારણે પ્રગતિ ન થઈ રહી હોય અને તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે સોમવારે સાંજે કાચા ચોખા સાથે કાળા તલ મિક્ષ કરીને દાન કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં ધન અને અનાજનો ભંડાર પણ ભરાઈ જશે.
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સોમવારે શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવો અને ત્યાર બાદ તેમની આરતી કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે
જો કોઈ વ્યક્તિનો ચંદ્ર નબળો હોય તો તે વ્યક્તિએ ચંદ્ર દોષનો પ્રભાવ ઓછો કરવા માટે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ.
સોમવારે ભગવાન ભોલેનાથને અક્ષત, ચંદન, ધતુરા, દૂધ, આળક, ગંગાજળ અને બેલના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના શુભ આશીર્વાદ આપે છે.
જો તમારા જીવનમાં કોઈ જૂની સમસ્યા છે અને તમે તેનો ઉકેલ શોધી શકતા નથી તો પાણીમાં દૂધના થોડા ટીપાં મિક્સ કરીને સોમવારે શિવલિંગ પર ચઢાવો. સાથે જ 11 બિલીના પાન પર ચંદનથી ઓમ લખીને શિવલિંગને અર્પણ કરો. ત્યારબાદ ધૂપ વગેરેથી શિવલિંગની પૂજા કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App