લૂંટના આરોપીઓને ચાર્જશીટ થયા પહેલા જ જામીન અપાવતા એડવોકેટ યતીન ઢાંકેચા અને મિતેષ પટેલ

સુરત(Surat): ગત તારીખ ૩૧/૦૧/૨૦૨૩ ના રોજ શહેરના સચિન પોલીસ સ્ટેશન(Sachin Police Station) દ્વારા અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સદર ગુનાના કામે નામે નયન રાજુભાઈ રાઠોડ, મેહુલ ઉર્ફે ચીલ્લો રામવીલાસ ગુપ્તા અને વિકી દેવીદાસ જાદવ નામના ઈસમોની તારીખ ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ ધરપકડ કરવામાં આવી જેમા તેઓ વિરૂધ્ધ આક્ષેપ લાગ્યા હતા કે તેઓએ પુર્વ આયોજીત કાવતરૂ કરી ફરીયાદીની ગાડી રોકી કલીનરને માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ટેમ્પામાં સીકયુરીટી બોક્ષમાં મુકેલા રોકડા રૂપીયા ૭,૩૯,૦૦૦/- ના મત્તાની રોકડ તથા ડ્રાઈવર તથા કલીનરના મોબાઈલ ફોન કિંમત રૂપીયા ૧૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપીયા ૭,૪૯,૦૦૦/- નો મુદામાલ લુંટી લેવાના આક્ષેપિત ગુનાની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.


યતીન જી. ઢાકેચા(Adv Yatin G. Dhakecha)

આ કેસમાં આરોપી નયન રાજુભાઈ રાઠોડ અને મેહુલ ઉર્ફે ચીલ્લો રામવિલાસ ગુપ્તા દ્વારા ગત તારીખ ૦૬/૦૩/૨૦૨૩ ના રોજ વકીલ યતીન જી. ઢાકેચા(Adv Yatin G. Dhakecha) મારફતે નામદાર સુરત જીલ્લા સેસન્સ કોર્ટ(Surat District Sessions Court)માં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, સદર જામીન અરજી નામદાર સેસન્સ કોર્ટમાં ચાલી જતાં અરજદાર તરફે વકીલ યતીન જી. ઢાકેચાએ ધારદાર દલીલ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ખરી હકીકતો તરફ ધ્યાન દોરી જે દલીલો કરેલ તેના આધારે તારીખ ૧૩/૦૩/૨૦૨૩ના રોજ નામદાર સેસન્સ કોર્ટ દ્વારા સદર આરોપીઓને વિવિધ શરતોને આધીન ચાર્જશીટ દાખલ થયા પહેલા જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.


મિતેષ એચ. પટેલ(Adv Mitesh H. Patel)

ત્યાર બાદ આરોપી ગત તારીખ ૧૬/૦૩/૨૦૨૩ ના રોજ કહેવાતા મુખ્ય આરોપી નામે વિકી દેવીદાસ જાદવ દ્વારા વકીલ મિતેષ એચ. પટેલ(Adv Mitesh H. Patel) મારફતે નામદાર સુરત જીલ્લા સેસન્સ કોર્ટમાં જામીન અરજ દાખલ કરવામાં આવી હતી, જેમાં ફરીયાદ દ્વારા સોંગદનામું પણ રજુ કરવામાં આવેલ અને સદર જામીન અરજી નામદાર સેસન્સ કોર્ટમાં ચાલી જતાં અરજદાર તરફે મિતેષ એચ. પટેલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ખરી હકીકતો તરફ ધ્યાન દોરી જે દલીલો કરેલ તેના આધારે તારીખ ૨૧/૦૩/૨૦૨૩ના રોજ નામદાર સેસન્સ કોર્ટે સદર આરોપીઓને વિવિધ શરતોને આધીન ચાર્જશીટ દાખલ થયા પહેલા જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરવાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *