બિપોરજોય વાવાઝોડાને લઇને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં, પોરબંદરમાં કલમ 144 લાગુ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં…

Harsh Sanghvi in action mode on Biparjoy Cyclone Crisis: બિપોરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત રાજ્ય પર મંડરાઈ રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિશાળી બિપોરજોય વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તારીખ 15 જૂને માંડવી અને કચ્છ વચ્ચે આ બિપોરજોય વાવાઝોડું ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર છે. ત્યારે દ્વારકાથી 400 કિમી દૂર છે, 490 કિમી નલિયાથી સમુદ્રથી દૂર છે અને કરાચીથી 660 કીમી દૂર છે. મળેલી માહિતી અનુસાર વાવાઝોડું 5 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ આ બિપોરજોય વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના સંદર્ભે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ દરેક ટીમોને કાર્યરત કરવામાં આવી છે.

રાહત અને બચાવની કામગીરી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કોસ્ટગાર્ડ, નેવી અને NDRFની ટીમ પણ ખડેપગે છે અને NDRFની ટીમ પણ ખડેપગે છે, જયારે તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાની અસરને પહોંચી વળવા મોડી રાત્રે ખંભાળિયા આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ મોડી રાત્રે વાવાઝોડા સંદર્ભે અધિકારીઓની સાથે ચર્ચાઓ પણ કરી હતી. ત્યાર બાદ હર્ષ સંઘવીએ યાત્રાળુઓને તારીખ 16 સુધી દ્વારકાના પ્રવાસે ન આવવાની પણ આપીલ કરી હતી.

સાથે સાથે નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દરેક સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર તૈયાર છે, દરેક નાગરિકને સસ્તા અનાજની દુકાન પર અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *