“વાંદરાઓને નિસરણી ન અપાય”: કાઈ નહિ તો વિમાનના પાંખડા સાથે લટકીને હીચકા ખાઈ રહ્યા છે તાલીબાની- જુઓ વિડીયો

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કબ્જો કરી લીધા બાદ કેટલાય વીડિયો વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થઇ રહેલા વિડીયોમાં તાલિબાનીનો મોજ-મજા કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક તાલીબાની…

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કબ્જો કરી લીધા બાદ કેટલાય વીડિયો વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થઇ રહેલા વિડીયોમાં તાલિબાનીનો મોજ-મજા કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક તાલીબાની ઓફિસોમાં ડાંસ કરી રહ્યા છે. તો વળી કેટલાય તાલીબાનો પૂર્વ અધિકારીઓના ઘરોમાં મજાક, મસ્તી અને મોજ કરતા દેખાયા હતા. ત્યારે આવો જ એક વીડિયો ફરી સામે આવ્યો છે. જેમાં તાલિબાનીઓ એક વિમાનના પાંખડા પર દોરડું બાંધીને વાંદરાની જેમ હિંચકા ખાતા જોવા મળી રહ્યા છે.

31 ઓક્ટોબરના રોજ અમેરિકાએ અફઘાનિસ્તાનથી પાછા હટ્યા બાદ તાલિબાને સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી દીધી છે. જે બાદ નવી સરકારની રચના અંગે ચર્ચા થઈ હતી. એક તરફ તાલિબાન નેતાઓ સરકારને આડેહાથ લઈ રહ્યા છે, તો બીજી તરફ તાલીબાની મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આવા તાલીબાની હીંચકા ખાતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. લોકો આ વીડિયોને ખુબ જ શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયોને જોઇને તમને પણ નવાઈ થશે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તાલિબાનના છોકરાઓએ સેનાના વિમાન સાથે દોરડું બાંધીને તેના પર હીંચકા ખાતા દેખાઈ રહ્યા છે. એક છોકરો હીચકા પર બેઠો છે અને બીજો તેને ઝુલાવી રહ્યો છે. આ તાલીબાનીઓ વાંદરાને પણ પાછા પાડી દે તેવી રીતે વિમાન સાથે લટકીને હીંચકા ખાઈ રહ્યા છે.

હવે તો અફઘાન નાગરિકો માટે અફઘાનિસ્તાનમાં રહેવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. શરિયા કાયદાના ફરીથી અમલ બાદ ત્યાંની મહિલાઓ અને છોકરીઓનું જીવન જાણે નરક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. નવા નિયમો મુજબ, છોકરાઓ અને છોકરીઓ અફઘાનિસ્તાનમાં સાથે અભ્યાસ કરી શકતા નથી અને જો કરે તો બંને વચ્ચે એક પડદો રાખવામાં આવે છે. તાલીબાનીઓ બેફામ બનીને મન ફાવે તે અફઘાનિસ્તાનમાં કરી રહ્યા છે. અફઘાન નાગરિકો પણ સુરક્ષતિ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *