ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના અસંખ્ય ભક્તોને માં મોગલ પર શ્રદ્ધા છે. મોગલ માંના પરચા અસંખ્ય લોકોને થયા છે ત્યારે હાલમાં પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. જે પણ લોકોએ માં મોગલના દરબારમાં પગ મુકે છે અને તેમના બધા જ દુખ થોડી જ વાર માં દુર કરી દે છે. જોવા જઈએ તો માં મોગલ તમામ દેવી-દેવતોમાંના એક છે. જે કોઈની રાહ જોયા વગર કે કોઈને કહ્યા વગર પોતાના બાળકોના દુઃખ દુર કરી છે અને તેમના ભક્તોની ખુબ જ કાળજી રાખે છે.
ત્યારે હાલ આપડે આવા જ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતના કચ્છમાં આવેલા કાબરાઉ મોગલ ધામમાં સેંકડો ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા આવતા હોય છે. ત્યારે હાલમાં જ એક દંપત્તિ અહિયાં પોતાની માનતા પૂર્ણ કરવા આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મેઘપુરના રહેવાસી પોચાભાઈ નામના યુવકના ઘરે લગ્ન જીવનના 23 વર્ષ બાદ ઘરે પારણા બંધાયા હતા. આ દીકરો માં મોગલે આપ્યો હતો. જેથી આ દંપત્તિ કબરાઉ ધામ માં મોગલની માનતા પૂર્ણ કરવા આવ્યા હતા. માં મોગલના આશીર્વાદથી આ દંપત્તિના ઘરે મંગળવારના રોજ દીકરાનો જન્મ થયો હતો. જેથી તેઓ મણીધર બાપુના દર્શને માં મોગલના ધામે આવી પહોંચ્યા હતા. તેમજ મણીધર બાપુએ આ દીકરાનું નામ માધવ રાખ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.