ગુજરાતમાં જામ્યો ચુંટણીનો રંગ: AAP બાદ હવે કોંગ્રેસે ગુજરાતીઓ માટે કરી 11 મોટી જાહેરાતો

ગુજરાત(GUJARAT): ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ની ચુંટણી(election) હવે ટૂંક જ સમયમાં યોજાવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં દરેક પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. ચૂંટણી નજીક આવતા ભાજપ…

ગુજરાત(GUJARAT): ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ની ચુંટણી(election) હવે ટૂંક જ સમયમાં યોજાવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં દરેક પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. ચૂંટણી નજીક આવતા ભાજપ કોંગ્રેસ સહિત આપણે નેતાઓની ગુજરાત મુલાકાત પણ વધતી જાય છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અવારનવાર ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવે તો કોંગ્રેસ(Congress) પણ સક્રિય થઈ રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ કે સી વેણુગોપાલ(KC Venugopal) અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત(Ashok Gehlot) ગઈકાલે એટલે કે બુધવારના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ ઉપરાંત, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આગામી 5 સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે.

અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે આજરોજ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં અશોક ગેહલોતે જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. રાજસ્થાન મોડલ-કોંગ્રેસ મોડલ જે દરેક જગ્યાએ લાગુ થશે. કોંગ્રેસ 15 સપ્ટેમ્બર પહેલાં જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.

પત્રકાર પરિષદ દરમ્યાન કે સી વેણુગોપાલે ગુજરાત સરકારને આડે હાથ લેતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સ્થિતી અત્યંત ખરાબ હોવાને કારણે 9 મહિના પહેલા રાતોરાત સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી છે અને હજુ તો બે દિવસ પહેલા જ બે મંત્રીઓ પાસેથી ખાતાં છીનવી લેવામાં આવ્યા છે. આમ, ગુજરાત સરકાર જ કરપ્ટ અને બિનઅસરકારક હોવાનું નિવેદન વેણુગોપાલે કર્યું હતું.

જાણો કોંગ્રેસે ગુજરાતીઓ માટે શું કરી 11 મોટી જાહેરાતો:

1. મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના –
-તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. 5 લાખનો અકસ્માત વીમો.
-એમઆરઆઈ, સીટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરીક્ષણો મફત છે.
-ઓર્ગન (કિડની, લીવર, હાર્ટ વગેરે) – બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ વિના મૂલ્યે,

2. જૂની પેન્શન સ્કીમ (પ્રી-પેન્શન સ્કીમ) –
-1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ-પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.
– માનવીય અભિગમ. એનપીએસ. શેરબજાર

3 અલગથી કૃષિ બજેટ.
-રાજસ્થાનના 33 માંથી 16 જિલ્લામાં દિવસ દરમિયાન કૃષિ વીજળી આપવામાં આવે છે, બાકીની આગામી વર્ષ સુધી આપવામાં આવશે.
-કૃષિ વીજ જોડાણ પર દર મહિને રૂ. 1000ની સબસીડી

4. દૂધ આપનાર ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસીડી.

5. ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના.

6 ઉત્તમ કોવિડ મેનેજમેન્ટ, ભીલવાડા, રામગંજ મોડલ. શ્રી રઘુ શર્મા આરોગ્ય મંત્રી હતા.
-કોવિડમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાય
-વિધવા મહિલાઓ 1 લાખ અને વિધવા પેન્શન આપવામાં આવી રહ્યું છે.
-અનાથ બાળકોને 1 લાખ રૂપિયા રોકડા, 5 લાખ રૂપિયાની FD, સહાયક પેન્શન અને શિક્ષણ આપવામાં આવે છે.

7 ઇન્દિરા રસોઈ યોજના-
-8 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન, 358 જગ્યાએ કાર્યરત, 1000 કરી રહ્યા છે.

8. 1 લાખ 29 હજાર નોકરીઓ આપવામાં આવી છે, 1 લાખ પ્રક્રિયામાં છે અને 1 લાખ વધુ આપવામાં આવશે.
– ગુજરાતમાં 14 પેપર લીક. જ્યારે રાજસ્થાનમાં એક જ ઘટનામાં દોષીતોને જેલમાં મોકલ્યા અને ફરી પેપર કરાવ્યા.

9. 1400 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવી છે.

10. 21,449 કરોડના ખર્ચે 7920 કિમીના નવા રસ્તાઓનું નિર્માણ, ગુજરાત કરતાં વધુ સારા રસ્તા.

11. દરેક બ્લોકમાં RICO ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 11 લાખ કરોડના એમઓયુ થકી રાજસ્થાનનું રોકાણ. RIPS પોલિસી, MSME પોલિસીમાં કસ્ટમાઇઝ્ડ પેકેજ – 3 વર્ષ માટે પરવાનગી લેવાની રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *