દિવ્યાંગ પર BJP નેતાના ભાઈની દબંગાઈ… સુરતમાં કેળા વેચનાર અપંગ કિશોર પર કર્યો લાકડીઓનો વરસાદ

સુરત(Surat): શહેરમાં થોડા દિવસોથી જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધતા ક્યાંકને ક્યાંક કાયદો વ્યવસ્થા કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL…

સુરત(Surat): શહેરમાં થોડા દિવસોથી જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધતા ક્યાંકને ક્યાંક કાયદો વ્યવસ્થા કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર હુમલો થયાના થોડાક દિવસ બાદ જ ડિંડોલી(Dindoli)માં કેળાં વેચતા કિશોરને જાહેરમાં દંડા વડે માર મારવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા(SMC)ના ભારતીય જનતા પાર્ટી(BJP)ના ભૂતપૂર્વ નગરસેવક અને શાસક પક્ષના નેતાના ભાઈએ કાયદો હાથમાં લઈને દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા વડે બેરહેમીથી માર માર્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ(Viral video) થતાં ડિંડોલી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.​​​​​​

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતેના જાહેર રસ્તા પર એક કિશોર લારી લઈને કેળાંનું વેચાણ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંહના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી લઈને ત્યાં પહોંચી ગયા હતા.

ત્યાર બાદ કેળાંનું વેચાણ કરી રહેલા કિશોરને ત્યાંથી દૂર જતો રહેવાનું કહી તેના પર લાકડી વડે બેરહેમીથી તૂટી પડ્યા હતા. BJP નેતાના ભાઈ દ્વારા એક પછી એક લાકડીના ફટકા યુવકને માર્યા હતા, જેથી આજુબાજુમાં રહેલા લોકો પણ આ જોઇને અચંબિત થઈ ગયા હતા.

સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો વિડીયો:
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ નગરસેવક દયાશંકરસિંહના ભાઈ કૃપાશંકર દ્વારા એક સામાન્ય લારીવાળાને અને તે પણ દિવ્યાંગ પર લાકડી વડે માર મારવાની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા મોબાઈલમાં વિડીયો કેદ કરી લેવામાં આવ્યો હતો, જેને કારણે હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *