બર્ફીલું હીમાલય બન્યું ગુજરાત, બરફની ચાદર સાથે કડકડતી ઠંડીમાં ગુજરાતીઓ ઠૂંઠવાયા- જાણો તમારે ત્યાં કેટલું છે તાપમાન?

ફરી એકવાર ગુજરાત (Gujarat)માં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. નલિયા રાજ્યમાં 2 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ…

ફરી એકવાર ગુજરાત (Gujarat)માં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. નલિયા રાજ્યમાં 2 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવ-થરાદ અને સુઇગામમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાને કારણે રવિવારે સાંજે મોડી રાતથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવનો ફુંકાયા રહ્યા છે. જનજીવન માટે સુસવાટા મારતા પવન અને શીત હવામા અસહ્ય બની રહ્યા છે. સુઇગામ તાલુકાનાં કેટલાંક ગામોમાં ખેતરોમાં બરફ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં સોમવારે 7.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન જોવા મળ્યું છે. ત્યારે બીજી તરફ પશ્વિમ કચ્છના અબડાસા તાલુકાના નલિયામાં દસકની સૌથી વધુ ઠંડી જોવા મળી છે. આજે 2 ડિગ્રી ઠંડીનો પારો જોવા મળ્યો છે. ત્યાના લોકોએ વસ્તુ પર જામેલો સફેદ બરફની પરતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.

ગાંધીનગરમાં 5.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ચાર દિવસ 8થી11 ડીગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે રાપર તાલુકાના તમામ લોકો ઠંડીથી થરથરી રહ્યા છે. રાપરના ડાવરી ગામમાં પાકમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. ડાવરી અને આજુબાજુના ખારસરવાઢ સહિતનાં ગામોના ખેડૂતો ડેમ પર પિયત કરી રહ્યા છે.

જો આમને આમ કાતિલ ઠંડી રહેશે તો જીરું, વરિયાળી, રાયડો જેવા પાકોમાં નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વધશે. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં 10 ડીગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું છે. કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. માઉન્ટ આબુમાં છ ડિગ્રી અને ગુરુશિખરમાં માઇનસ 9 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. આવા વાતાવરણમાં પણ હજારોની સંખ્યામાં મુસાફરો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. તેથી માઉન્ટ આબુની બધી જ હોટલો ભરચક થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *