સુરતમાં ચર્ચાયેલો પોલીસ કોન્સ્ટેબલ કમલેશ લાઠીયા તોડ કરવા જતા ભરાયો, જાણો કેટલા રૂપિયા પડાવ્યા

શહેરમાં અવારનવાર તોડબાજીની ઘટના સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના ચર્ચાયેલ પોલીસ કોન્સ્ટેબલ તોડ…

શહેરમાં અવારનવાર તોડબાજીની ઘટના સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના ચર્ચાયેલ પોલીસ કોન્સ્ટેબલ તોડ કરવા જતા બરાબરના ફસાયા છે. કમલેશ લાઠીયા નામના પોલીસ કોન્સ્ટેબલ અને તેના સાથીદાર સમાધાનના નામે 15 લાખની રોકડી કરતા ઝડપાયા છે. આવો જાણીએ શું છે મામલો…

તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદની તપાસ હાથ ધરતા ઘણા આરોપીના નામ સામે આવ્યા હતા. આ ફરિયાદમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મનહર પટેલ, જેઓ હીરાના વેપારી છે; તેમના નાના ભાઈ, નાના ભાઈના સાળા અને તેમના મિત્રનું નામ સામે આવ્યું હતું. મનહરભાઈએ ફરિયાદ માંથી પોતાના સબંધીઓના નામ કઢાવવા અનેક પ્રયત્નો કર્યા છેવટે મનહર પટેલને બીપીન તેજાણી નામના વ્યક્તિનો સંપર્ક થયો.

બીપીન તેજાણીએ મનહર પટેલને જણાવ્યું હતું કે, “હું તમારું સમાધાન કરાવી દઈશ, ચોક બજારમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કમલેશ લાઠીયા મારા ઓળખીતા છે, તેઓ બધું પતાવી દેશે”. પરંતુ મનહર પટેલને ભરોષો ન બેસતા તેઓએ સમાધાનનું છોડી, જે કાયદાકિત રીતે થશે તે કરવાનું નક્કી કર્યું. પરંતુ ત્યારબાદ બીપીન તેજાણી અવારનવાર મનહર પટેલને ફોન કરીને સમાધાન અંગે કહેતા હતા.

બીપીન તેજાણી વારંવાર ફોન કરી ને કહેતા હતા કે, ‘તેમની ઓળખ છેક હાઈકોર્ટ સુધી છે, સમાધાન થઇ જશે.’ જેથી કરીને મનહર પટેલને વિશ્વાસ બેઠો હતો. મનહર પટેલે હા પાડતા બીપીન તેજાણીએ 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ વધારે રૂપિયા હોવાથી પાછું મનહર પટેલે કાયદાકીય રીતે લડવાનું નક્કી કર્યું હતું. પછીથી વારંવાર ફોન આવતા આઠ લાખ રૂપિયામાં નક્કી થયું અને મનહર પટેલે જેમતેમ કરી ઉછીના લઇ આઠ લાખ ભેગા કર્યા અને 12 નવેમ્બરે બીપીન તેજાણીને આપ્યા.

ત્યારબાદ ઘણો સમય વીત્યો પરંતુ કોઈ સરખો જવાબ ન મળતા મનહર પટેલે કાયદાકીય રીતે લડવાનું નક્કી કર્યું અને આપેલા રૂપિયા પાછા માંગ્યા. જયારે રૂપિયા પાછા માંગ્યા ત્યારે બીપીન તેજાણીએ કહ્યું ‘ક્યાં રૂપિયા… કેવા રૂપિયા’. ત્યારબાદ મનહર પટેલે અનેક ફોન કર્યો પરંતુ બીપીન તેજાણીનો ફોન બંધ આવતો હતો. મનહર પટેલ બીપીન તેજાણીના ઘરે પણ પહોચ્યા હતા પરંતુ ત્યાં તેનો કોઈ અતોપતો જ નહોતો.

આમ, પોલીસ કોન્સ્ટેબલ કમલેશ લાઠીયા અને બીપીન તેજાણીએ મોટી મોટી વાતો કરી મનહર પટેલ પાસેથી ૮ લાખનો તોડ કરી લીધો હતો. ત્યારબાદ મનહર પટેલે આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *