એર સ્ટ્રાઇક બાદ મોદી સરકારની લોકપ્રિયતા વધી, ખેડૂતો- બેરોજગારો નો મુદ્દો દબાઈ ગયો…: સર્વે

Published on: 11:13 am, Tue, 12 March 19

૧૭ મી લોકસભા ની ચૂંટણી માટે ચૂંટણી આયોગે સામાન્ય ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં સાથે સાથે આ વાત ઉપર ચર્ચા થવા લાગી કે આ ચૂંટણીમાં સામાન્ય લોકો માટે એક મહત્વનો મુદ્દો કયો હશે. પાછળના દિવસોમાં જેવી રીતે પુલવામાં આતંકી હુમલો થયો તે પછી ભારતીય વાયુ સેનાએ સખત પગલાં ભરીને પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ સ્ટ્રાઇક કરી ત્યાર પછી વારંવાર આ મુદ્દા ઉપર રાજનીતિ થઇ રહી છે. સી વોટર આઈએનએસ ના ઓપન ટ્રેકર નું માનીએ તો બેરોજગારી જેવો મોટો મુદ્દો એરસ્ટ્રાઇક પછી ભુલાય ગયો છે અને લોકોની વચ્ચે ચૂંટણીના મુદ્દા નજર નથી આવી રહ્યા.

૨૯ ટકા લોકોનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા એ મોટો મુદ્દો છે.

આ વર્ષની શરૂઆતમાં બેરોજગારી એ દેશનો સૌથી મોટો મુદ્દો હતો. 29 ટકા લોકો આ બેરોજગારીના મુદ્દાને મહત્વનો મુદ્દો બતાવી રહ્યા છે. જ્યારે વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો મહત્વનો ન હતો અને માત્ર 2.6 ટકા લોકો આ મુદ્દાને મોટો બતાવી રહ્યા હતા. પરંતુ પુલવામાં આતંકી હુમલા પછી બાલાકોટમાં એર સ્ટ્રાઈક પછી પૂરી રીતે રાજનીતિક માહોલ બદલાઈ ગયો છે અને ૨૬ ટકા લોકો રાષ્ટ્રીય સુરક્ષાને મોટો મુદ્દો માની રહ્યા છે.

રોજી-રોટી રોજગાર નો મુદ્દો ભૂલાયો

ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખ નું કહેવું છે કે અમે કદાચ પહેલી વાર જોયું કે રાષ્ટ્રીય સુરક્ષા ની પાછળ આ મહત્વના મુદ્દા જેવાકે રોજી રોટી અને બેરોજગારી ને ભૂલી ગયા છે. ગયેલા થોડાક સમયની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોદી સરકારની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. અને અને વિરુદ્ધમાં રાહુલ ગાંધી કે જેની છબીમાં બદલાવ આવી રહ્યો હતો અને તેની લોકપ્રિયતામાં airstrike પછી એક વખત ફરીથી ગબડતું જોવા મળ્યું હતું.

૫૧ ટકા લોકો મોદી સરકારથી રાજી છે

7 માર્ચ, જ્યારે લોકો પાસેથી રાય લેવામાં આવી ત્યારે 51 ટકા લોકોનું એવું કહેવું હતું કે મોદી સરકારના કામકાજ થી તેઓ ખૂબ રાજી છે. ત્યારે જ 1 જાન્યુઆરી ના દિવસે જ્યારે લોકો પાસેથી રાઈ લેવામાં આવી ત્યારે માત્ર ૩૬ ટકા લોકો સરકારના કામકાજથી રાજી છે તેમ જાહેર કર્યું. ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખનું કહેવું છે કે 1 જાન્યુઆરીથી 7 માર્ચ ની વચ્ચે બે મોટા બદલાવ જોવા મળ્યા હતા. પહેલું હતું કે મોટું ટર્નિંગ પોઈન્ટ અંતરીમ બજેટ અને બીજું પુલવામાં આતંકી હુમલા પછી બાલાકોટમાં એર સ્ટ્રાઇક.

સુરક્ષા ના મુદ્દા પર યુપી સરકાર થી આગળ નીકળી મોદી સરકાર.

પુલવામાં આતંકી હુમલા પછી કેવી રીતે હાલ ની સરકાર પાકિસ્તાનની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી. એમાં સરકારની સ્થિતિને મજબૂત કરી હતી. જ્યારે મનમોહન સરકારના સમયે 26/11 મુંબઈ હુમલા પછી જેવી રીતે પાકિસ્તાનની વિરુદ્ધ મોટી કાર્યવાહી નહોતી કરી તેથી પૂર્વ ની યુપી સરકાર ને બેકફૂટ પર લાવીને ઉભી રાખી હતી. યશવંત દેશમુખના કહેવા અનુસાર મોદી સરકારે સુરક્ષા મુદ્દા ઉપર મોટી કાર્યવાહી કરીને યુપીએ 1 અને યુપીએ 2 ને ઘણી પાછળ છોડી દીધી હતી. આ વાતને નકારી ન જોઈએ કે ઇન્દિરા ગાંધી પછી પાકિસ્તાનની અંદર ઘૂસીને કાર્યવાહી કરવાનો આદેશ ખાલી મોદી સરકારે જ આપ્યો હતો.

રાહુલની લોકપ્રિયતામાં ગિરાવટ

આ વર્ષની શરૂઆતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા માં ઘણી હદ સુધી વધારો જોવા મળ્યો હતો અને તેના પક્ષમાં ૨૩ ટકા લોકો એ વોટ આપ્યો હતો. પરંતુ પુલવામાં હમલા પછી એર સ્ટ્રાઇક ને રાહુલ ગાંધીની લોકપ્રિયતા ગિરાવટ જોવા મળી છે અને હવે માત્ર ૮ ટકા સુધી આવી ગઈ છે. ખરેખર જોવા વાળી વાત એ છે કે જ્યારે પહેલા તબક્કામાં મતદાન થશે તે સમયે લોકોના મૂડ અને રાજનીતિ રાજનીતિક પરિદૃશ્યમાં કેવા બદલાવ જોવા મળી શકે છે.