કોંગ્રેસની વંડી ઠેકીને આવેલા ‘જવાહર’ મંત્રી તો બન્યા, પણ ગાડી કે સત્તા ન મળી- જાણો હકીકત…

શનિવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જવાહર ચાવડાને 24 કલાકમાં મંત્રી પદ તો મળી ગયું પણ સેલ વગરના રમકડાં જેવો ઘાટ સર્જાયો છે. આ સિવાય અન્ય બે ધારાસભ્યોને પણ મંત્રી પદ મળ્યા છે તેમની હાલત પણ જવાહર જેવી જ થઇ છે. રૂપાણી સરકારના પ્રથમ મંત્રીમંડળના વિસ્તરણમાં ત્રણ મંત્રીઓની શપથવિધિ યોજાઇ હતી. પરંતુ આ મંત્રીઓ પોતાનો પરિવાર સંભાળે તે પહેલા જ તેમને મળતાં સરકારી લાભો અને સત્તા ભોગવવા માટે રાહ જોવી પડશે.

શનિવારે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થયું હતું. જેમાં રાજ્યપાલશ્રીએ કુલ ત્રણ નેતાઓને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા અને ત્રણેય મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવાઇ હતી, પરંતુ આ મંત્રીઓ પોતાનો પદભાર સંભાળશે એ પહેલા જ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચુંટણી જાહેર કરીને આચાર સહિતા લાગુ કરી હતી. જેથી આ મંત્રીઓને ચાવી વગર ના રમકડાની જેમ માત્ર શોભાના ગાંઠિયાની જેમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બેસવું પડશે. સાથે-સાથે આ ત્રણેય મંત્રીઓને અન્ય મંત્રીઓની માફક પોતાની સરકારી ગાડી જમા કરાવી દેવી પડશે અને પોતાની ખાનગી ગાડીઓનો ઉપયોગ કરવો પડશે.

નીતિવિષયક નિર્ણયો લેવા માટે નો પાવર પણ આ મંત્રીઓને મળશે નહીં. સૂત્રો જણાવે છે કે, આ મંત્રીઓ પોતાનો પરિવાર સોમવારે સંભાળવાના હતા. પરંતુ રવિવારે ચૂંટણી જાહેર થઇ જતા આચાર સંહિતાના કારણે સંભાળે તે પહેલાં જ સત્તા છીનવાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં પણ ભાજપના અસંતુષ્ટ કાર્યકરો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અને કહી રહ્યા છે કે સારું થયું ભાજપ હાઇકમાન્ડે ભલે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય અને મંત્રી બનાવી દીધા. પરંતુ અમારી બદદુવા લાગી હોવાથી તેઓ અત્યારે કોઈ સત્તા ભોગવી શકશે નહીં અને સરકારી ગાડી વગરના અને પાવર વગરના મંત્રીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *