ઇંગ્લેન્ડે 3 વનડે શ્રેણીની બીજી મેચમાં પુણેમાં ભારતને 6 વિકેટે હરાવ્યું છે. 337 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમે ફક્ત 43.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ તેમનો ભારત સામે વનડેમાં સૌથી સફળ રનચેઝ છે. પહેલાં 47 વર્ષ અગાઉ તેમણે વર્ષ 1974માં લીડ્સમાં 266 રન ચેઝ કર્યા હતા.
રનચેઝમાં જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 11મી સદી ફટકારતાં 11 ફોર તથા 7 સિક્સની મદદથી સર્વાધિક 124 રન બનાવ્યા હતા. જો કે, ફેન્સ તથા ક્રિકેટ પંડિતોમાં બેન સ્ટોક્સની ઇનિંગ્સ વધારે છવાઈ ગઈ હતી. આ મેચમાં એક ખેલાડી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો :
ઇંગ્લેન્ડનાં ઓલરાઉન્ડર 1 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 21મી ફિફટી ફટકારતાં ફક્ત 52 બોલમાં 4 ફોર તથા 10 સિક્સની મદદથી 99 રન પ્રાપ્ત કર્યા હતાં. તે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે તથા બેરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી.
99 રન પર આઉટ થયા બાદ પિતાને સોરી કીધું :
સ્ટોક્સ 99 રને આઉટ થયા બાદ પેવેલિયન ભેગો થઈ ગયો હતો ત્યારે તેણે આકાશમાં જોઈને પોતાના પિતાને સોરી કહ્યું હતું. તેનો આ સોરી કહેતો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે. આ વિડીયોને જોઈ કેટલાય લોકો ભાવુક થયા છે.
ડિસેમ્બર વર્ષ 2020માં થયું હતું પિતાનું અવસાન :
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના પિતાનું અવસાન ડિસેમ્બર વર્ષ 2020માં થયું હતું. સ્ટોક્સના પિતાને મગજનું કેન્સર હતું. ન્યૂઝીલેન્ડમાં જન્મેલ બેન સ્ટોકસના પિતા ગેરાર્ડ રગ્બી ખેલાડી હતા. જો કે, નિવૃત્તિ બાદ તેઓ પુત્રની સાથે ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા પણ તેમના છેલ્લા દિવસોમાં ન્યૂઝીલેન્ડમાં રહેતા હતા.
પ્રથમ 50 રન 40 બોલમાં, બીજા 49 રન 12 બોલમાં :
બેન સ્ટોક્સની ઇનિંગ્સ 2 ભાગમાં વહેંચાઈ હતી. શરૂઆતમાં તેણે પિચના મિજાજને સમજતા 40 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ 49 રન 12 બોલમાં બનાવ્યા હતા. તેણે પોતાના નામે સદી માર્યા વિના એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.