ઢબૂડી માતા બાદ સુરતમાં નવી માતાજી સામે આવી- સંતાન પ્રાપ્તિ કરાવવા પડાવતી લાખો રુપિયા

કોરોના વચ્ચે સુરત શહેરમાં નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે, છેલ્લા કેટલાય સમયથી સુરત ગુનાઓનું ઘર બન્યું છે. અને દિવસેને દિવસે આ ઘટનાઓ વધી રહી છે. ચોરી, હત્યા, છેતરપિંડી અને દુષ્કર્મ આવી કેટલીય ઘટનાઓ હાલ સુરત શહેરમાં સામાન્ય વાત બની છે. હાલમાં પણ સરથાણા વિસ્તારમાં ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. માતાજીના નામે ધતિંગ કરી એક મહિલાએ સોના ચાંદી સહીત કેટકેટલી મોંઘી મોંઘી ભેટો લીધી હતી.

સુરત શહેરના સરથાણામાં (Sarthana) એક મહિલાએ પોતાના ઘરમાં મેલડી માતાજીનું (Meldi mataji) મંદિર બનાવી છેલ્લા કેટલાય વર્ષોથી માનતા, ટેક, જોવાનું કામ કરતી ભૂઇમાની (Fraud woman) ધતિંગલીલાને ભારત જન વિજ્ઞાન જાથાએ (Bharat janvigyan jatha) ખુલ્લી પાડી હતી. આ મહિલા છેલ્લા 18 વર્ષથી લોકો સાથે આવા ધતિંગ કરતી હતી અને કિંમતી કિંમતી વસ્તુઓ લેતી હતી. આ સમગ્ર ધતિંગલીલા પોલીસ સ્ટેસન સુધી જતાં ભૂઇમા નામની મહિલા અને તેમના દીકરા દ્વારા સોગંદનામામાં હવે આવી કોઇ પ્રવૃત્તિ નહીં કરવાનું કબૂલાતનામું લખી આપવામાં આપ્યું હતું.

ભુઈમાં નામની આ મહિલા મુળ ભાવનગર અને છેલ્લા 18 વર્ષથી સરથાણા વિસ્તારના અવધ, સુભાષ પાર્ક ખાતે રહેતાં લાભબેન વશરામભાઇ અણધણે ઘરમાં જ મેલડી માતાજીનું મંદિર બનાવ્યું હતું. અને છેલ્લા ચાર થી પાંચ વર્ષથી દુ:ખ-દર્દ દૂર કરવા, સંતાન પ્રાપ્તિ જેવી વિધિ કરાવતા હતા. અને ધતિંગલીલા કરી લોકો પાસેથી 10 હજારથી 5 લાખ સુધીની મોટી મોટી ફી વસુલતા હોવાની ફરિયાદ સામે આવી રહી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, સુરત શહેરની સાથેસાથે આ મહિલા પાલીતાણા નજીકના ગામના લોકો પાસેથી મોટી મોટી રકમની ભેટો અને સોના ચાંદી મેળવ્યા હતા.

આ મહિલાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદો આવતી હતી. આ ફરિયાદોના આધારે ભારત વિજ્ઞાન જાથાના આગેવાનો પોલીસ ની મદદ આ મહિલાનો ભાંડો ફોડવા પહોચ્યા હતા. જયારે ભારત વિજ્ઞાન જાથાના આગેવાનો અને પોલીસ આ મહિલાના ઘરે પહોચ્યા ત્યારે આરોપી મહિલાનો દીકરો દાદાગીરી પર ઉતર્યો હતો. જોકે સુરત શહેર પોલીસે તેમની ભાષામાં તેને સમજાવી દીધો હતો. અને ત્યારબાદ ભારત વિજ્ઞાન જાથાના આગેવાનો અને પોલીસે આ મહિલાને કોઈ ચમત્કાર કરી બતાવા કહ્યું હતું. અને પછી આ મહિલાની બધી પોલ ખુલી હતી.

પોલીસ સામે આ ધતિંગ કરનાર મહિલાની બધી હરકતો સામે આવતા આ મહિલાએ કબુલ્યું હતું કે, ‘પોતે પાંખડ કરીને લોકોને છેતરવાનું કામ કરે છે.’ કબુલાત બાદ ભવિષ્યમાં ક્યારેય પણ આવી રીતના ધતિંગ અને લોકોને નહિ છેતરવાનું કામ નહિ કરવાની લેખિતમાં બાંહેધરી આપી હતી. જોકે આ મહિલા પાસે પહેલા એક દુકાન અને કારખાનું પણ હતુ, પણ બધો વેપાર વેરવિખેર થઇ જતા ધર્મની આડમાં આ ધુણવાનો વેપાર શરૂ કર્યો હતો. જોકે આ મહિલાને પોતાના વેપારમાં થયેલા નુકસાની ભેગી કરવામાં તેમને સફળતા મળી ગઈ હતી. જેને લઈને મહિલાએ આ વેપાર શરુ રાખવાનો વિચાર કર્યો હતો. જોકે આ મામલે સરથાણા પોલીસે આ મહિલા વિરુદ્ધ ફરિયાદ આપવા આવશે તો તે ફરિયાદ લઈને આ મહિલા વિરુદ્ધ કાર્યવાહીપણ કરવાની ત્યારી પોલીસે બતાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *