સુરત(Surat): આજના દરેક યુવાનો સોશિયલ મીડિયા (Social media)નો વપરાશ કરતા જ હોય છે. જેમાંથી કેટલાક લોકો ન કરવાના કામો કરતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં એક યુવતીને ઇન્સટાગ્રામ(Instagram) પર ભાવનગર(Bhavnagar) મહુવા (Mahuva)ના યુવક સાથે પ્રેમ થયો હતો. આ પછી બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને મંદિરમાં લગ્ન કર્યા હતા. પરંતુ, સુરત નાના વરાછા (Nana varachha)ની રહેવાસી આ યુવતીએ આઠ માસ બાદ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, દગાબાજ પતિ છૂટાછેડા આપતો નથી અને એસિડ એટેકની ધમકી આપતો હોવાનો પણ પત્ની દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ પતિએ પત્ની વિરુદ્ધ ભાવનગરના મહુવા પોલીસ મથકમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા દ્વારા પ્રેમસંબંધ બંધાયા બાદ ભાગીને લગ્ન કરનાર પતિ-પત્નીએ એકબીજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં માતા વાડી ખાતે આવેલી વર્ષા સોસાયટીમાં રહેતી જાગૃતિ વધે વલ્લભભાઈ ખાંભલીયા મૂળ ભાવનગરના તળાજાના વતની છે. અને લાંબા સમયથી સુરતમાં રહે છે. આઠ માસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર વિશાલ નાગજીભાઈ સોલંકી જે મૂળ લોગડી મહુવા તાલુકાના ભાવનગર ખાતેનો રહેવાસી છે. તેની સાથે પરિચય થયો હતો. ઇન્સટાગ્રામ પર મળ્યા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને વિશાલ પોતે સુખી સંપન્ન પરિવારનું હોવાની વાતો કરતો હતો. તેથી બંનેએ ભાગીને કામરેજ ખાતે કાળભૈરવ દાદા ના મંદિરમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ સચીન જીઆઇડીસી ખાતે કોઈ ખાતામાં બે દિવસ રોકાયા હતા.
પરંતુ, આ પછી જાગૃતિને જાણવા મળ્યું હતું કે વિશાલ ખોટા સપના દેખાડે છે અને તેની પાસે કોઇ મિલકત નથી. તેથી તેને પોતાના પિતાને કોલ કરી પિયર રહેવા આવી ગઈ હતી અને ત્યારબાદ તેણે વિશાલ પાસે છૂટાછેડાની માંગણી કરી હતી, જોકે વિસ્તાર છૂટાછેડા આપતો ન હતો. તેથી જાગૃતિ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. વીડિયોમાં યુવતી બોલી રહી છે કે, આ યુવકે દગો કરી લગ્ન કર્યા છે તેમજ છૂટાછેડા પણ આપતો નથી. આ સિવાય એસીડ એટેકની પણ ધમકીઓ આપી રહ્યો છે.
તેથી આ યુવતીએ પોતાના પતિ વિરુદ્ધ એસિડ એટેકની ધમકી સાથે પતિએ કેટલી અને ધરાવતો ધમકાવતો હોવાની ફરિયાદ સુરતના વરાછા પોલીસ મથકે નોંધાવી છે. ત્યારે બીજી બાજુ ૧૭મીએ જાગૃતિ એ ધમકી આપી હતી કે તું જે ચિઠ્ઠી મોકલી છે. તેના આધારે મેં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે વિશાલે પણ ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશનમાં પત્ની જાગૃતિ ખોટી રીતે બદનામ કરતી હોવાની ફરિયાદ આપી છે. બંનેએ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોકી ઉઠી છે. સાથે પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.