સુરતમાં અવારનવાર પોલીસ રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતી હોય તેવી ઘટનાઓ બનતી રહે છે. આવી જ ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં બની છે. સુરતનો લીંબાયત વિસ્તાર ગુનાઓ માટે જાણીતો છે. ત્યાં ગુનાખોરીની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આ વખતે પોલીસની દાદાગીરી એ વિસ્તારમાં સામે આવી છે.
વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે, પોલીસ સુપરમેન બનીને ચાલુ રિક્ષમાંથી બહાર કુદી પડે છે. પોલીસે રીક્ષામાંથી કુદીને બાઇક ચાલકને રોક્યો હતો. અને બાઇક ચાલક કઇ પણ સમજે તે પહેલા એક લાફો ઝીંકી દીધો હતો. આમ સુરતના લીંબાયત વિસ્તારમાં પોલીસની દાદાગીરી સામે આવી છે.
હાલમાં આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ સમગ્ર ઘટના બનતા જ લોકોનો ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. સુરતના લિંબાયતના ઓમ નગરનો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. પોલીસ ખુદ વાહન ચાલકનો જીવ જોખમમાં મુકતો સ્પષ્ટ દેખાઈ છે.
સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં પોલીસની દબંગાઇ નો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જો પોલીસ જ આ રીતે વર્તન કરશે તો પ્રજા પર તેની કેવી છાપ પડશે તે વિચારવું રહ્યું. જોકે, પોલીસ જવાનોના આ ગેરવર્તન ને લઇ લોકોમાં પણ અંદરો અંદર રોષ વ્યાપી ગયો છે .ત્યારે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ વિડીયો અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે છે કે કેમ તે બાબત મહત્વની બની રહે છે.
શરુ રીક્ષામાંથી કુદીને પોલીસે બાઈક ચાલકને ઝીંકી દીધા લાફા- જુઓ સુરત પોલીસની દાદાગીરીનો વિડીયો #Police #Surat #Grandfather #VideoViral pic.twitter.com/z9k5dShY89
— Trishul News (@TrishulNews) March 25, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.