મહારાષ્ટ્ર બાદ હવે ગોવામાં પણ ભાજપ સરકાર સાથે નવાજૂની થવાના એંધાણ- જાણો અહીં

મહારાષ્ટ્રમાં ‘મહા વિકાસ અઘાડી સરકાર’ રચાયા ના બીજા જ દિવસે શિવસેના નેતા સંજય રાઉતે એક મોટો ધડાકો કર્યો છે. જેને લઇને ભાજપના ટોચના નેતાઓ પણ…

મહારાષ્ટ્રમાં ‘મહા વિકાસ અઘાડી સરકાર’ રચાયા ના બીજા જ દિવસે શિવસેના નેતા સંજય રાઉતે એક મોટો ધડાકો કર્યો છે. જેને લઇને ભાજપના ટોચના નેતાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. સંજય રાઉતે આજે ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ અને ગોવાના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી વિજય સરદેસાઈ સાથે મુલાકાત કરી અને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

વિજય સર દેસાઈએ સંજય રાઉત સાથેની મુલાકાત બાદ નિવેદન આપ્યું છે કે, મહારાષ્ટ્રમાં જે થયું તે ગોવામાં પણ થવું જોઈએ વિપક્ષોએ સાથે આવવું જોઈશે. અમે સંજય રાઉત ને મળ્યા છીએ ‘મહા વિકાસ અઘાડી’ ગોવા માટે પણ બનાવ્યું છે અને આ ગઠબંધન ગોવા સુધી વધારવું જોઈએ. સંજય રાઉતે પોતાના નિવેદનમાં જણાવ્યું કે “જલ્દ હી ગોવા મેં ભી આપકો એક ચમત્કાર દિખાઈ દેગા”.

સંજય રાવતના આ નિવેદન બાદ ગોવામાં સ્પષ્ટ બહુમતીથી રચાયેલી સરકાર ના નેતાઓને પણ મહારાષ્ટ્રના રાજકારણનો અનુભવ જોઇને ચિંતાનો અનુભવ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગોવામાં કોંગ્રેસના 17 ધારાસભ્યો સાથે સૌથી મોટો રાજકીય પક્ષ હતો, પરંતુ કોંગ્રેસના અમુક ધારાસભ્યો ભાજપમાં ભળી જતા સરકાર ભાજપની બની હતી. ત્યારે સંજય રાઉતે ગોવાના રાજકારણમાં પ્રવેશ કરતા ભાજપના નેતાઓ ચિંતામાં મુકાયા છે. સંજય રાઉત સતત ટ્વિટર પર સક્રિય રહે છે અને પોતાની કાવ્યશૈલી માં વારંવાર ભાજપના નેતાઓને નિશાને લેતા હોય છે. ત્યારે ગોવાના ચમત્કાર વિશે નિવેદન આપીને તેઓ કંઈક નવું કરવા જઈ રહ્યા છે તેઓ સંકેત આપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, ૪૦ સભ્યોની વિધાનસભામાં થી ૨૭ સભ્યો હાલમાં ભાજપ અને ૩ તેના સાથી અપક્ષોના છે. અને તેને ગોવા ફોરવર્ડ પાર્ટી અને શિવસેના થી કોઈ અસર થશે નહીં, પરંતુ જે રીતે કોંગ્રેસના 10 ધારાસભ્યોએ પક્ષ પલટો કરીને ભાજપની સરકાર રચવા માટે મદદ કરી હતી તેવું થઈ શકે છે. વિજય સર દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકારણમાં અચાનક જ ફેરફારો આવી જતા હોય છે. જેને લીધે ગોવા અને ભાજપના રાજકારણમાં માહોલ ગરમ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *