આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, દિલ્હી (Delhi)ના ગોવિંદપુરી (Govindpuri)ના હિમગીરી એપાર્ટમેન્ટ (Himgiri Apartment)માં રહેતા અનુપમ ગુપ્તાના લગ્ન 30 જાન્યુઆરી 2022ના રોજ અલીગઢની યુવતી આરતી સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ દહેજના કારણે આરતીને તેનો પતિ વારંવાર મારતો. આ કારણે આરતીએ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને 25 સપ્ટેમ્બરના રોજ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આરતીએ આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવી એમાં પોતાની આપવીતી પણ જણાવી હતી. તેમજ આ વિડીયો આરતીએ તેના મામાના સંબંધીઓને મોકલ્યો હતો. આવી સ્થિતિમાં આ વીડિયોને પુરાવા તરીકે લઈને અને મૃતક યુવતીના પિતાના નિવેદનને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપી પતિ અનુપમની ધરપકડ કરી છે. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ વિડીયોમાં રડતા રડતા આરતીએ જણાવ્યું છે કે, ‘મારું જીવન ખરેખર સમાપ્ત થઈ ગયું છે, આ વ્યક્તિએ મને ઘરમાં એકલી છોડી દીધી છે અને આ લોકો મને દહેજ માટે ખૂબ માર મારી રહ્યા છે.’ આ સિવાય વધુમાં જાણવા મળ્યું છે એ, આરતી પોતાના મૃત્યુના એક દિવસ પહેલા 24 સપ્ટેમ્બરની મોડી રાત્રે ગોવિંદપુરી પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તેણે લેડી કોન્સ્ટેબલને કહ્યું કે તેના પતિએ તેને ઘરમાં એકલી છોડી દીધી છે અને તેનો નંબર બ્લોક કરી દીધો છે.
આ દરમિયાન આરતીએ તેના પતિને શોધવા માટે મહિલા કોન્સ્ટેબલની મદદ માંગી હતી. પરંતુ જ્યારે મહિલા કોન્સ્ટેબલે આરતીને લેખિત ફરિયાદ આપવા કહ્યું ત્યારે આરતીએ ના પાડી દીધી હતી. આ પછી મહિલા કોન્સ્ટેબલે આરતીને તેના ઘરે મૂકી દીધી અને કહ્યું કે જો કોઈ સમસ્યા હોય તો તેનો સંપર્ક કરે.
બીજી તરફ આરતી ગુપ્તાના પરિવારજનોનું કહેવું છે કે, જ્યારે તેઓએ આરતીનો વીડિયો જોઈને તેના સાસરિયાઓને ફોન કર્યો ત્યારે કોઈએ તેનો ફોન ઉપાડ્યો ન હતો. આવી સ્થિતિમાં આરતીના મામા પક્ષના લોકો તેના સાસરિયા પક્ષના લોકોનો સંપર્ક કરે ત્યાં સુધીમાં આરતીએ આપઘાત કરી લીધો હતો. ત્યારે આરતીના મામાના ઘરના લોકોએ આ ઘટનામાં સાસરિયા પક્ષનું કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.