સાળંગપુર હનુમાનદાદા કે પ્રમુખ સ્વામીના સ્મૃતિ મંદિરે દર્શન કરવા જવાના હોવ તો આ સમાચાર ખાસ વાંચજો, નહિતર થશે ધક્કો

દિવાળીના વેકેશનમાં બોટાદ નજીક આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કે પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિર દર્શને જવાના હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. દિવાળીની રજાઓને પગલે હાલમાં ગુજરાત અને અન્ય રાજ્યમાંથી બોટાદ નજીક આવેલા સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર અને પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ બાય રોડ સાળંગપુર ગામે આવતા હોય છે.

દર વર્ષે સાળંગપુર ખાતે લાખો લોકોની અવર-જવર આ રસ્તા પર થતી હોય છે. સાથે સાથે સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્રના વતનીઓ ગામડે આવતા હોય છે. જેને કારણે આ પંથકના રસ્તાઓ પર ભારે ટ્રાફિક સર્જાય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા નિવારવા અને માર્ગે અકસ્માત અટકાવવા માટે અને સ્થાનિકોને વાન વ્યવહારમાં સરળતા રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 33 એકની અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે સાળંગપુર દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે ખૂબ અગત્યનું છે.

બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમાર દ્વારા જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ધંધુકા બરવાળા તરફથી અને ભાવનગર વલભીપુર તરફથી સાળંગપુર કે બોટાદ તરફ જતા વાહનો માટે કેરીયા ઢાળથી લાઠીદડ થઈ બોટાદ જવા વાહનો પસાર કરવા સૂચના આપવામાં આવી છે.

જ્યારે બોટાદ થી અમદાવાદ તરફ જતા વાહનો માટે બોટાદ મીલેટરી રોડ રાણપુર ધંધુકા રૂટ થઈને વાહનો પસાર કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે બોટાદ થી બરવાળા તરફ જતા મોટા વાહનો માટે સેંથળી, સમઢીયાળા લાઠીદડ કેરીયા ઢાળે થઈ પસાર થવાનું જણાવવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બોટાદ દ્વારા અમદાવાદ ધંધુકા બરવાળા તરફથી તેમજ ભાવનગર વલભીપુર તરફથી સાળંગપુર બોટાદ તરફ જતા વાહનોને બરવાળા સાળંગપુર ત્રણ રસ્તા થી પ્રવેશ બંધ કરવાનું પરમાવવામાં આવ્યું છે.

આમ બરવાળા સાળંગપુર ને જોડતા ત્રણ રસ્તા થી કોઈ વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી જાહેરનામા દ્વારા સૂચના આપવામાં આવી છે. આ જાહેરનામું 24 10 2022 ના રોજ સવારે સાત વાગ્યાથી પાંચ નવેમ્બર રાત્રે 12:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ હેડ કોન્સ્ટેબલ થી ઉપરના કોઈપણ અધિકારીઓ જાહેરનામાના અમલ અને તેના ભંગ બદલ કાયદાકીય પગલા લેવા અધિકારીત રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *