ગુજરાતના આ મોટા શહેરમાં પાર્સલ નહી થઇ શકે ‘ચા’ – પ્લાસ્ટિકની થેલી પર લાગ્યો સંપૂર્ણપણે પ્રતિબંધ

ગુજરાત(Gujarat): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ગત 20મી જાન્યુઆરીથી પેપર કપ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. AMCના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ…

ગુજરાત(Gujarat): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ગત 20મી જાન્યુઆરીથી પેપર કપ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. AMCના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ચા કીટલીઓ પર પેપર કપમાં ચા(Paper cup tea) આપી રહેલા વેપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પણ પ્રતિબંધ(Ban on plastic bags) મૂકી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કીટલીઓ પર ચા પાર્સલ કરવા માટે જે 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે હવે AMC દ્વારા તેના પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સફાઈ અને ગંદકીને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાની કીટલીઓ ઉપર ચા પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પેપર કપ અને પાર્સલ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં મોટાભાગે ચા પાર્સલ કરવા માટે 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવામાં આવે છે જે પ્રતિબંધિત છે. તેમ છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો દ્વારા થેલીઓને પણ રોડ ઉપર કચરાની સાથે જ ફેંકી દેવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચાની કીટલી પર પાર્સલ કરવા માટે આપવામાં આવતી થેલીઓના વપરાશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ગંદકી મામલે કમિશનર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, પેપર કપમાં અંદર લગાવવામાં આવતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો અને ગંદકી ફેલાય છે. જે સ્થળો પર કચરો વધારે ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો કોર્પોરેશન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વધુ કચરો ચાના પેપર કપના કારણે થતો હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *