ગોંડલમાં ST બસ રેલીંગ તોડી પૂછપરછ બારી સુધી ઘૂસી ગઈ: 20 લોકો માંડ માંડ બચ્યા

Rajkot Gondal ST GSRTC Bus accident: ‘સલામત સવારી એસટી અમારી’ આ સ્લોગન તમે ઘણી જગ્યાએ જોયું અને સાંભળ્યું હશે. પરંતુ આજે આ સ્લોગનથી કંઈક ઊંઘો…

Rajkot Gondal ST GSRTC Bus accident: ‘સલામત સવારી એસટી અમારી’ આ સ્લોગન તમે ઘણી જગ્યાએ જોયું અને સાંભળ્યું હશે. પરંતુ આજે આ સ્લોગનથી કંઈક ઊંઘો જ બનાવ ગુજરાત રાજ્યમાં આવેલા ગોંડલ શહેર માંથી સામે આવી છે. ગોંડલ એસટીના બસ સ્ટેન્ડ પર એક અકસ્માત સર્જાયો છે.

ઉપલેટાથી રાજકોટ જતી એસટી બસ ગોંડલ બસ સ્ટેન્ડમાં અંદર આવી અને તરત જ સ્ટેન્ડ પર ઊભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારીમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકને ઈજા પણ થઇ છે. આ સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે એને આ મામલે પોલીસ અને ડેપો મેનેજરે વધુ તપાસ હાથ ધરી છે.

રોજની જેમ આવતી કાલે તારીખ 17-05-2023ને બુધવારના રોજ પણ ગોંડલ બસ સ્ટેન્ડ પર ભીડ જામેલી હતી. કેટલાક લોકો પોતાનાં કામ અર્થે જવા માટે એસટી બસની રાહ જોઈને ઊભા હતા, ત્યારે કેટલાક લોકો વેકેશન હોવાથી વેકેશન કરવા જવા અર્થે અથવા અન્ય પોતાના કામ અર્થે બહાર જવા બસની રાહ જોઈને ઊભા હતા. તે જ સમયે થોડીવાર બાદ પૂછપરછની બારીએથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ઉપલેટાથી રાજકોટ જતી એસટી બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રહેશે.

આ સૂચના હજુ પૂરી પણ નોતી થઈને ઉપલેટાથી આવતી બસે બસ સ્ટેન્ડમાં ઘૂસતાં એક મોટો વળાંક લીધો અને પોતાની નિર્ધારિત જગ્યાએ, એટલે કે પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રાખવા બસ વાળી હતી અને ઓચિંતા જ ડ્રાઈવરે બસ ઊભી રાખવાને બદલે બેરિકેડ્સ તોડી પૂછપરછની બારીમાં જ ઘૂસાડી દીધી હતી.

મળેલી માહિતી અનુસાર ગોંડલ શહેરમાં બસ સ્ટેન્ડમાં ઉપલેટાથી રાજકોટ રૂટની એસટી બસમાં બ્રેક ના લાગતાં ગોંડલ બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર 8 પર બસ સ્ટોપ કરવાના બદલે બસ પૂછપરછની બારી સુધી પહોંચી ગઇ હતી. જોકે એસટી બસ સ્ટેન્ડની અંદર ઘૂસતાં સ્ટેશન પરના મુસાફરોમાં દોડધામ મચી જવા પામી હતી. તેમાં એક 12 વર્ષના કિશોરને ઇજા પહોચી છે.

મેળલી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત કિશોરનું નામ ખુશાલ ભરતભાઈ સાદિયા છે અને તે મૂળ પોરબદર નો છે ને હાલ પીપળિયામાં રહે છે. 108 એમ્બ્યુલન્સ મારફતે ખુશાલને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *