હોંડાના શો રૂમમાં આગની જ્વાળાઓમાં ભડભડ સળગી એકસાથે 100 બાઈકો, માલિકને કરોડોનું નુકશાન

મહીસાગર (Mahisagar) જિલ્લામાં આવેલા સંતરામપુર (Santrampur) શહેરમાં એક હોન્ડાના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. આ ઘટના સંતરામપુર શહેરમાં આવેલા કોલેજ રોડ પર આવેલ હોન્ડા બાઇકના શો રૂમમાં સર્જાઈ હતી. આ ઘટનામાં શો રૂમમાં આગ લાગતા મોટી સંખ્યામાં વાહનો બળીને ખાખ થઇ ગયા હતા.

સંતરામપુર શહેરના કોલેજ રોડ પર આવેલા ગાંધી હોંડા બાઈકના શો રૂમમાં અગમ્ય કારણોસર ખુબજ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં એકા એક શો રૂમમાં આગ ભભૂકી હતી અને તેથી 100 જેટલા બાઇકો બળીને ખાખ થઇ ગયા હતા. આગ ખુબજ ભયંકર હતી.

આ આગે જોતામાં જ શો રૂમને ચપેટમાં લઈ લીધો હતો. શો રૂમમાં અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાની ઘટના સામે આવી છે. શો રૂમમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાય ગયો હતો. આ આગમાં બધી બાઇકો ભડ ભડ સળગવા લાગી હતી.

ત્યાર બાદ સ્થાનિકો દ્વારા આગ બુજાવવાની કામગીરીને હાથ ધરવામાં આવી હતી. લુણાવાડા ફાયર ટીમને ઘટનાની જાણ કરવામાં આવી અને ફાયર ટીમને ઘટનાની જાણ થાત તરતજ ફાયર ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી. આ આગની ઘટના અંગેનું કારણ અકબંધ છે.

જયારે લોકોને આ ઘટનાની જાણ થઇ ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. હજુ સુધી જાણી શકાયું નથી કે આગ ક્યાં કારણો સર લાગી અને આ આગમાં કેટલું નુકશાન થયું છે. શો રૂમના માલિક સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે શો રૂમની અંદર 100 જેટલી બાઇક હતી. હાલતો શો રૂમમાં બાઇક અને અન્ય સ્પેરપાર્ટસ્ મળી 1થી દોઢ કરોડના નુકસાનની આશંકા લગાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *