ફરી એક વાર ગુજરાતમાં ફૂટ્યું પેપર, ફરિયાદ થતા તંત્ર થયું દોડતું- જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત(Gujarat): સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક(Paper leak) થતા સમગ્ર તંત્ર હચમચી ઉઠ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા પેપર લીકનો મુદ્દો ફરી ગરમાયો છે. ત્યારે વધુ એક પેપર ફૂટ્યાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. જો વાત કરવામાં આવે તો વલસાડ(Valsad) જિલ્લામાં શુક્રવારે ત્રિમાસિક (સત્રાંત) પરીક્ષાનું ધોરણ 12નું કેમેસ્ટ્રીનું પેપર લીક(12th Chemistry Paper Leak) થયું હોવાની ઘટના સામે આવી છે. ચાલુ પેપરમાં વિદ્યાર્થિની પાસેથી જવાબ સાથેની કાપલીઓ મળી આવતા પેપર લીકનો સમગ્ર મામલો ઘટનામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી જિલ્લામાં વાયુવેગે ફેલાઈ જતા એક ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રી પૂર્ણ થયા બાદ હાલ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે વલસાડના પારડીની ધી પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત DCO સાર્વજનિક સ્કૂલમાં ગઈકાલના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રીના પેપર દરમિયાન એક વિદ્યાર્થિની પાસેથી OMR પેપરના સોલ્યુશન સાથેની કાપલી મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

પ્રિન્સિપાલે જાણ કરતા શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાઈ તપાસ:
આ મામલે સુપરવાઇઝર દ્વારા સ્કૂલના પ્રિન્સિપાલને જાણ કરવામાં આવી હતી. જે બાદ પ્રિન્સિપાલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે જાણ આપતા એજયુકેશન નિરીક્ષક સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. તેમના દ્વારા પ્રશ્નપત્ર અને આ કાપલીમાં રહેલા જવાબોની તપાસ કરવામાં આવી રહી છે. મળી આવેલી કાપલી અને પેપરની ચકાસણી કર્યા પછી પેપર લીક અંગે માહિતી સામે આવશે. શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે, કોઇ પણ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને સંપૂર્ણ માહિતી સામે આવે તે દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જિલ્લા પરીક્ષા સમિતિ અને જિલ્લા આચાર્ય સંઘ દ્વારા તૈયાર કરવામાં આવે છે પેપરો:
અમે તમને જણાવી દઈએ કે, વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિ અને જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ત્રિમાસિક પરીક્ષાના પેપરો તૈયાર કરવામાં આવ્યાં છે. શાળાની એક વિદ્યાર્થીની પાસે OMR પેપરના સોલ્યુશનની કાપલી મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *