ગોપાલ ઇટાલિયાના ઘરે લક્ષ્મીરૂપે દીકરીનો જન્મ, જાણો કઈ રાશિ મુજબ નામકરણ થશે

ગુજરાત(Gujarat): વિધાનસભા ચુંટણી નજીક જ આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. પછી તે ભાજપ(BJP) હોય આપ હોય કે કોંગ્રેસ(Congress). તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર અને પ્રસારમાં લાગી ગઈ છે. ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા(Gopal Italia)ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે.

ગોપાલ ઇટાલીયાના ઘરે દીકરીનો જન્મ થયો:
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના ઘરે લક્ષ્મીરૂપે દીકરીનો જન્મ થયો છે. જેને કારણે ઇટાલીયાના ઘરે ખુશીનો માહોલ જામ્યો છે. ગોપાલ ઇટાલીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા જણાવ્યું છે કે, ગઈકાલે મા ખોડિયાર માતાજી અને મા ઉમિયા માતાજીના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યા બાદ કાલે રાત્રે જ મારા ઘરે લક્ષ્મી સ્વરૂપ માતાજીનો જન્મ થયેલ છે. દિકરીનો બાપ બનાવવા બદલ પરમકૃપાળુ ઈશ્વરનો આભાર અને વ્હાલી લક્ષ્મીના હરખથી વધામણાં…આ લખાણ સાથે ગોપાલ ઇટાલીયાએ દીકરી સાથેના ફોટો પણ શેર કર્યા છે.

દીકરીનું મીથુન રાશિ મુજબ નામકરણ થશે:
ગોપાલ ઇટાલિયાની ઘરે લક્ષ્મીરૂપે દીકરીએ જન્મ થયો છે. ત્યારે હવે દીકરીનું મીથુન રાશિ મુજબ નામકરણ થશે. ત્યારે આ રાશિમાં ક, છ, ઘ અક્ષર પરથી દીકરીનું નામ રાખવામાં આવશે.

હાલમાં વાયરલ થઇ રહેલા જુના વિડીયોને કારણે ચર્ચામાં છે ગોપાલ ઇટાલીયા:
જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાના જુના વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો ગુરુવારના રોજ પીએમ મોદી અને તેમના માતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ થોડા સમય બાદ છોડી મૂકવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *