હાલમાં કોરોનાના કેસમાં પહેલા કરતા ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટા ભાગના ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓમાં હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા ૪૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી ૯ દર્દીનાં મોત થયા છે, તેમ સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ લોકો સુધી આ એલર્ટની બાબત ગુજરાત સરકારે છુપાવી રાખી હોવાનું સામે આવતાં વિવાદ ખડો થયો છે.
સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડો.ઈલાબહેન ઉપાધ્યાયે કહ્યું કે, બે મહિનામાં ૪૪ દર્દી આવા આવ્યા, જેમાં મોટ ભાગના દર્દી ડાયાબિટીસ વાળા છે, મોટી ઉંમરના છે, નાની વયના એક બે કેસ છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાંને કોતરી ખાય છે. આ બીમારીની અસર આંખ અને મગજ પર પણ થાય છે. અંધાપો આવે છે, આ બીમારી કેન્સર કરતાં પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે.
કોરોના વાયરસથી સાજા થયેલા અને ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારીથી પીડાતાં દર્દીઓએ એન્ટી બોડી જનરેટ થઈ ગઈ છે, હવે કંઈ નહિ થાય તેવું માનવાની જરૂર નથી, ઉલટાનું વધુ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે કોરોનાને મ્હાત આપનારા દર્દીઓ હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારીમાં સપડાઈ રહ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ અત્યાર સુધીમાં આવા ૪૪ દર્દી આવ્યા છે, જેમાંથી ૯ દર્દીનાં મોત થયા છે. સિવિલના તબીબે કહ્યું કે, આ બીમારીના લક્ષણોમાં શરદી, થોડાક સમય પછી નાક બંધ થવું, રસી પડવી અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જે માટે સિટી સ્કેન કરવું પડે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચેનું હાકડું ખવાઈ જાય છે. બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે.
૧૯ દર્દીઓએ આંખની રોશની ગુમાવી…
કોરોનાથી સાજા થયેલા દર્દીમાં શરદી થયા બાદ સમસ્યા થાય છે, અત્યાર સુધીમાં સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી ૪૩ ટકા એટલે કે ૧૯ દર્દીઓને આંખમાં દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે, આ રોગનો ફેલાવો એક દર્દીના મગજમાં થયો છે. વિદેશમાં આ બીમારીથી મૃત્યુ દર ૫૦ ટકા જેટલો રહ્યો છે, સિવિલ હોસ્પિટલમાં ૨૦ ટકા આસપાસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle