ગુજરાત રાજ્યની RTO કચેરીઓમાં 1203 જગ્યાઓ ભરાયેલ છે અને 989 જેટલી જગ્યાઓ ખાલી છે. એટલે કે રાજ્યની RTO કચેરીઓમાં 45% જેટલી જગ્યાઓ ખાલી છે. ત્યારે વળી, બીજી બાજુ રાજ્યમાં લાખો બેરોજગારો રોજગારી માટે સરકારી નોકરીઓની રાહ જુએ છે. આરટીઓ કચેરીમાં વર્ષોથી મોટાપાયે જગ્યાઓ ખાલી હોવાના કારણે નાગરીકોને વહીવટી કામગીરી સેવાઓ સમયસર મળતી નથી. આ ઘટસ્ફોટ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં માંગેલી માહિતીના જવાબમાં થવા પામ્યો છે.
અત્રે ગુજરાત રાજ્યની RTO કચેરીઓમાં અનુક્રમે ભરાયેલી જગ્યા અને ખાલી જગ્યાની વાત કરીએ તો, જામનગરમાં ૩૦ ૨૭, દેવભૂમિ દ્વારકા ૧૩માંથી ૯, બોટાદ ૧૬માંથી ૧૧, મોરબી ૧૭માંથી ૯, આણંદ ૩૨માંથી ૧૯, નવસારી ૨૪માંથી ૧૪, દાહોદ ૨૩માંથી ૧૮, પંચમહાલ ૨૩માંથી ૨૬, ભાવનગર ૩૭માંથી ૩૪, ડાંગ ૧૨માંથી ૭, બનાસકાંઠા ૮૩માંથી ૫૩, કચ્છ ૬૨માંથી ૫૪, પાટણ ૨૨માંથી ૮, મહેસાણા ૫૪માંથી ૩૫, મહિસાગર ૧૪માંથી ૬, સુરેન્દ્રનગર ૧૮માંથી ૨૧, રાજકોટ ૫૫માંથી ૫૭, વડોદરા ૫૮માંથી ૭૨, છોટાઉદેપુર ૧૫માંથી ૧૩, અરવલ્લી ૨૧માંથી ૧૩, નર્મદા ૧૫માંથી ૧૦, જૂનાગઢ ૨૭માંથી ૨૩, પોરબંદર ૧૯માંથી ૮, તાપી ૧૯માંથી ૧૮, સુરત ૯૩માંથી ૮૩, ખેડા ૩૯માંથી ૨૯, વલસાડ ૪૯માંથી ૫૧, અમદાવાદ ૧૮૦માંથી ૧૫૪, ગાંધીનગર ૩૧માંથી ૨૧, સાબરકાંઠા ૩૭માંથી ૨૮, ભરૂચ ૩૨માંથી ૨૬, ગીર સોમનાથ ૧૩માંથી ૧૧, અમરેલી ૨૦માંથી ૨૧. આમ ગુજરાત રાજ્યની RTO કચેરીઓમાં કુલ ૧૨૦૩ જગ્યાઓ ભરેલી અને ૯૮૯ જગ્યાઓ ખાલી પડી છે.
છેલ્લા 2 વર્ષમાં કુલ 23 લાખથી વધુ ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી. ખેડૂતોએ કુલ 500 કરોડથી વધુ રૂપિયાનું પ્રિમિયમ ભર્યું હતું. પરંતુ ખેડૂતોને 148 કરોડ રૂપિયાનું જ વળતર નુકસાની પેટે ચૂકવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સરકારે કૃષિક્ષેત્રના બજેટમાં સીધો કાપ મૂક્યો છે. ખેડૂતોને સીધી રીતે સ્પર્શે છે તેવા કૃષિ ખેડૂત કલ્યાણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના બજેટમાં 2,260 કરોડનો કાપ મૂક્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના બજેટમાં 191 કરોડનો ઘટાડો કર્યો છે. આ વર્ષે બજેટમાં 7,232 કરોડની જોગવાઈ કરાઈ છે. જે ગત વર્ષે 7,423 કરોડ રૂપિયા હતી.
રાજ્યમાં 227 સહકારી APMC અને 30 APMC આવેલી છે. તે પૈકી છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા એક પણ સહકારી એક પણ APMCને મંજૂરી આપવામાં આવી નથી પરંતુ બે ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રના કરોડરજૂ સમાન APMCના સહકારી ક્ષેત્રને તોડવાનું કામ કરીને ખાનગી ક્ષેત્રની APMC ખૂલે તેવા પ્રયાસો કરી રહી છે જેનાથી ભવિષ્યમાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થવાનું છે. સરકારે છેલ્લાં 2 વર્ષમાં એક પણ સરકારી APMCને મંજૂરી આપી નથી. તો છેલ્લાં 2 વર્ષમાં સહકારી APMCની જગ્યાએ બે ખાનગી APMCને મંજૂરી અપાઈ છે. અમદાવાદ અને કચ્છમાં એક-એક APMCને સરકારે મંજૂરી આપી છે. અમદાવાદમાં જે APMCને મંજૂરી અપાઈ છે તે ભાજપના ધારાસભ્યની હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
રાજ્યમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવાની અને “રમશે ગુજરાત-જીતશે ગુજરાત” જેવા રૂપાળા નામના નારાઓ આપવામાં આવે છે. પરંતુ રમત-ગમતના મેદાન માટે વર્ષ ૨૦૧૯માં અને વર્ષ ૨૦૨૦માં રાજ્યના ૧૮ જીલ્લાઓમાં એક પણ રૂપિયાની રકમ ફાળવવામાં આવેલ નથી.
રાજ્ય સરકાર આધુનિક ખેતીની વાત કરે પરંતુ ટ્રેકટર ખરીદીની સહાય મામલે સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જે મુજબ બે વર્ષમાં ખેડૂતોની માત્ર 40 ટકા અરજીઓ જ મંજૂર થઈ છે. ખેડૂતોએ ટ્રેકટરની સહાય મેળવવા માટે 1.35 લાખ અરજીઓ કરી હતી. જેમાં 27 હજાર 624 અરજીઓ પડતર છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle