મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ભીંડ શહેરના ભીમ નગરમાંથી એક ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચોરે ચોરી કરી લીધા બાદ એક લાગણી ભર્યો પત્ર મુકીને ત્યાંથી નાચી છુટ્યો હતો. ત્યારે હવે આ પત્રને લઈને પોલીસની સાથે જ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
હકીકતમાં જોવા જઈએ તો, ભીંડ સિટીમાં કોતવાલી પોલીસ સ્ટેશનમાં ભીમ નગરમાં એસએફના સિપાહીના ઘરે ચોઈ થઇ હતી. પોલીસ તપાસ કરવામાં આવી ત્યારે તેમને એક પત્ર મળી આવ્યો હતો. તે પત્રમાં ધૂમ ૩ સહીત અન્ય કેટલીય વાતો પણ લખી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ચોરે પત્રમાં લખ્યું છે કે, જય હિન્દ જય ભારત. સોરી દોસ્ત મજબૂરી હતી. જો હું આવું ન કરત તપ મારા મિત્રનો જીવ જતો રહે. ટેન્શન ન લેતા. મારી પાસે જયારે પૈસા આવશે ત્યારે તમારા ઘરે મૂકી જઈશ. ધૂમ ૩ દિલથી હું સારો માણસ છું.
અમે તમને જણાવી દઈએ કે, ભીમનગરમાં રહેતા રીમા મોર્યના ઘરે ૨૯ જુનના રોજ કોઈ સબંધીના લગ્નમાં ગયા હતા અને તે ૫ જુલાઈના રોજ પાછા આવ્યા તો તેમના ઘરનું તાળું તુટલું જોઇને તિજોરી ચેક કરી તો તેમાં રહેલા સોના ચાંદીના ઘરેણાઓ ગાયબ હતા.
આ સમગ્ર ઘટના અંગેની ફરિયાદ પીડિતાએ મંગળવારના રોજ નજીકના ભીંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. રીમાએ જણાવતા કહ્યું છે કે, ચોરી કઈ મોટી નથી. પરંતુ ચોરે જે પત્ર મુખ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.