સુરતમાં પૈસાદાર યુવતીઓને ખુશ રાખવાની લાલચ આપી રૂપિયા પડાવતા યુવક-યુવતી ઝડપાયા

સુરત(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાંથી એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં છેતરપીંડી કરીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. આ દરમિયાન, સુરતમાં એન.આર.આઈ યુવતીઓ…

સુરત(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાંથી એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં છેતરપીંડી કરીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. આ દરમિયાન, સુરતમાં એન.આર.આઈ યુવતીઓ સાથે મુલાકાત કરાવી તેઓ સાથે બે કલાક વાત કરવા અને તેમને ખુશ રાખવાથી રૂપિયા 25 હજારથી 30 હજાર રૂપિયા મળશે તેવી લોભામણી લાલચ આપી અલગ અલગ ચાર્જીસના નામે યુવક પાસેથી રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરનાર મહિલા સહિત બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, સુરતમાં એક યુવક જાહેર ખબરના માધ્યમથી છેતરપિંડીનો ભોગ બન્યો છે. જોકે, છેતરપિંડી કરનારા ઠગબાજોને પોલીસ દ્વારા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઘટનાની વિગત વાત કરીએ તો સુરતના અલગ-અલગ જાહેર છાપાઓમાં આવતી જાહેર ખબર વાંચી યુવક ભરમાયો હતો. સુરતના યુવકે એક છાપામાં જાહેર ખબર જોઈ હતી. જેમાં બ્યુટી પાર્લર નામથી જાહેરાત અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. જે જાહેરાતમાં યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટિંગ કરવા તેમજ રૂબરૂ મુલાકાત કરવાથી મહિને 25 થી 30 હજાર રૂપિયા મળશે તેવી લોભામણી અને લલચામણી જાહેર ખબર આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, લોભામણી જાહેરાતમાં આપવામાં આવેલા મોબાઇલ નંબરના આધારે બાબુભાઈ અને સોનિયા નામની યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બંનેએ એક યુવકને પોતાની વાતોમાં અને વિશ્વાસમાં લઇ એન.આર.આઈ યુવતીઓ સાથે મુલાકાત કરાવી તેઓ સાથે બે કલાક વાત કરવા અને તેમને ખુશ રાખવાથી મહિને 25000 રૂપિયા મળશે તેવી લલચામણી વાતોમાં ફોસલાવ્યો હતો.

જોકે, તે પહેલા અલગ-અલગ ચાર્જીસના નામે યુવક પાસેથી ગુગલ પે એકાઉન્ટ પર રૂપિયા 69 હજાર 410 રૂપિયા જેટલી રકમ બંને ઠગબાજો દ્વારા પડાવી લેવામાં આવી હતી. રૂપિયા પડાવી લીધા હોવા છતાં પણ સુરતના યુવકને એન.આર.આઈ યુવતીઓ સાથે મુલાકાત પણ કરાવવામાં આવી ન હતી કે ટેલિફોનિક સંપર્ક પણ કરાવ્યો ન હતો. જ્યાં પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા યુવકે આ અંગેની ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઇન્ટેરિયર કોન્ટ્રાક્ટર આરોપી રામ આશિષ સીયારામ પાસવાન અને સુષ્મા રમેશ ચલુંવૈયા શેટ્ટી નામની મહિલાને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, મહિલા સહિત બંને આરોપીઓની ધરપકડ કરી સાઇબર ક્રાઇમની ટીમ સુરત લઈ આવી હતી. જ્યાં ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી રામ આશિષ સીયારામ પાસવાન દ્વારા અલગ-અલગ બેંકોના કુલ 11 બેન્ક એકાઉન્ટ આ ગુનાની અંદર ઉપયોગ કરવામાં આવ્યા છે. જે બેંક એકાઉન્ટની સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવતા તેમાં 1 કરોડ 67 લાખ અને ચાર હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે બેંક એકાઉન્ટની પણ સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીએ પોતાની પૂછપરછમાં જણાવ્યું છે કે, પોતે વર્ષ 2009થી આ પ્રકારના ગુના આચરતા આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સુરત ,વડોદરા, અમદાવાદ ,મુંબઈ ,બેંગલોર ચેન્નાઈ ,હૈદરાબાદ,સહિત દિલ્હીમાં અલગ-અલગ જાહેર છાપાઓમાં આ પ્રમાણેની મોટી મોટી જાહેરાતો છપાવવામાં આવી હતી. આ ઉપરાંત, આરોપીઓની તપાસ દરમિયાન સાઇબર ક્રાઇમને 6 મોબાઈલ, અલગ-અલગ બેંકની નવ ચેક બુક સહિત પાંચ જેટલા બેંકના એટીએમ સહિત મુદ્દામાલ પણ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *