ભાવનગરની આ સંસ્થા પ્રાઇવેટ લેબ કરતા સસ્તા ભાવે કોરોના ટેસ્ટ કરી આપવા તૈયાર છે, પણ તંત્રની આડોડાઈથી નથી મળી પરમિશન

કોરોનાએ ગુજરાત સહીત ભારતના ખૂણે ખૂણે વેગ પકડ્યો છે. ગયા વર્ષ કરતા પણ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હોય તેવું નજરે ચડી રહ્યું છે. રૂપાણી…

કોરોનાએ ગુજરાત સહીત ભારતના ખૂણે ખૂણે વેગ પકડ્યો છે. ગયા વર્ષ કરતા પણ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હોય તેવું નજરે ચડી રહ્યું છે. રૂપાણી સરકારનું નિવેદન હતું કે, એક અઠવાડિયા સુધી કેસ વધશે પછી કેસ ધીમા પડે જશે, પરંતુ આજે કઈક જુદું જ દેખાઈ રહ્યું છે. એકતરફ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે અને બીજીતરફ કોરોનાએ વધુમાં વધુ લોકોનો શિકાર કરવાનું શરુ કર્યું છે. વેક્સીનેશનનું કામ જે સ્પીડમાં થઇ રહ્યું છે, તેનાથી ડબલ સ્પીડમાં લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે.

સામાજિક સંગઠનના કાર્યકરોએ બેસવું પડ્યું ધરણા પર

આવામાં ભાવનગરમાં સેવા કરવા માટે પણ લોકોને ધરણા કરવા પડી રહ્યા છે. ભાવનગરમાં કોરોના ટેસ્ટ માટે એક જ લેબને મંજુરી આપવામાં આવી છે. અને બીજી કોઈ લેબને પણ મંજુરી આપવામાં આવી નથી. હવે એકતરફ કોરોના આટલો વકરી રહ્યો છે અને બીજીતરફ સસ્તા અને રાહત દરે લોકોના કોરોના ટેસ્ટ કરતી અન્ય લેબની મંજુરી માટે મ્યુન્સીપલ કમિશનરશ્રીને 15 દિવસથી રજૂઆત કરવામાં આવી રહી છે પંરતુ કેમ મંજુરી આપી રહ્યા નથી એ સમજાતું નથી. કઇને કઇ કારણોસર આ મંજુર આપવામા વિલંબ કરવામા આવી રહ્યો છે.

સરદાર સેવા સંગઠન દ્વારા આરોગ્ય લેબોરેટરીમાં રાહત દરે RT PCR ટેસ્ટની મંજૂરી માટે છેલ્લા 15 દિવસથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈને કોઈ કારણોસર મંજુરી આપી રહ્યા નથી. હાલના સમયમાં ભાવનગરમાં માત્ર એક લેબને જ મંજુરી આપવામાં આવી છે. આ એકમાત્ર લેબમાં ટેસ્ટ માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગેલી રહે છે. એકતરફ કોરોના તિવ્રતાએ જોર પકડેલુ છે અને આવા સમયમાં સરકારે પણ આવી પરીસ્થીતી જોતા બીજી લેબને મંજુરી આપી સકારાત્મક વલણ અપનાવવુ જોઇએ પરંતુ આ સંચાલકોને આંદોલન અને ધરણા કરવા પડે છે. આ વાતની જાણ કોંગ્રેસ પ્રવક્તા મનહરભાઈ પટેલે પોતાના ફેસબુકમાં એક પોસ્ટ શેર કરીને કરી હતી.

ઉપરાંત આ સરદાર સેવા સંગઠન સંચાલિત લેબ ભાવનગર મહાનગરપાલિકા તથા સરકારી સંસ્થાઓ દ્વારા જે રકમ લઇ ટેસ્ટ કરવામાં આવે છે તેના કરતા પણ રાહત દરે કરી આપવા લેખીત ખાત્રી આપે છે, છતા સ્થાનિક તંત્ર દ્વારા થતા આ સેવાના કામમા સહકાર મળતો નથી તેમા અનેક સવાલો ઉભા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *