સુરતમાં પૂરી સ્પીડથી કોરોનાના દર્દી અને તેના મોતની સંખ્યા વધી રહી છે તેના કારણે અમરનાથ યાત્રા પર રોક લાગી તેમ શ્રાવણ માસના આરંભ સાથે આગામી દિવસોમાં આવતા તહેવારોની ઉજવણી સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. જે રીતે કોરોનાના દર્દી અને મોત વધી રહ્યાં છે તે જોતાં તહેવારની ઉજળણી પર કોરોનાનું ગ્રહણ લાગી શકે છે .
સુરત શહેરની જ વાત કરવામાં આવે તો 30જુનના રોજ સુરત શહેરમાં ૪૭૧૩ પોઝીટીવ કેસ અને 178 મોત જ્યારે ગ્રામ્યમાં 547કેસ અને ૧૬ મોત મળીને કુલ શહેર જિલ્લામાં કુલ 5260 કેસ અને 194 મોત નોંધાયા હતા. ત્યાર બાદના 22 દિવસ બાદ એટલે ગઇકાલ સુધી શહેર-જિલ્લામાં 5612 નવા કેસ નોંધાયા અને 298 મોત થયા છે. આગામી દિવસોમાં સ્થિતિ વિકટ બને તેવી શક્યતા નકારી શકાતી નથી.
તેથી મ્યુનિ. તંત્રએ દશામા વિસર્જન માટે ભીડ ભેગી ન થાય તે હેતુથી તાપી નદીના તમામ ઓવારા બંધ કરી ઓવારા પર એકત્ર થવા પર પ્રતિબંધ મુક્યો છે. આગામી દિવસોમાં અનેક તહેવાર આવી રહ્યાં છે તેમાં જો લોકો ભેગા થાય તો સુરતમાં સંક્રમણ વધી શકે છે. હાલમાં જ હોસ્પીટલમાં જગ્યા નથી અને મોતને ભેટનાર પણ વધી રહ્યાં છે. હાલ કોરોના સંક્રમણના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે તેવી જ રીતે સુરતમાં હિન્દુ તહેવાર પર પણ રોક લાગી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.
આગામી દિવસોમાં આ તહેવાર આવે છે….
24 જુલાઈ-વિનાયક ચોથ
25 જુલાઈ-નાગપાંચપ- રાંધણ છઠ
27 જુલાઈ-શિતળા સાતમ
28 જુલાઈ-નોળી નોમ
3 ઓગષ્ટ-બળેવ (રક્ષાબંધન)
12 ઓગષ્ટ-જન્માષ્ટમી
13 ઓગષ્ટ-છડીનોમ
17 ઓગષ્ટ-શિવરાત્રી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.