કોરોના અને બ્લેક ફંગસથી પણ વધારે ભયંકર છે ‘વ્હાઈટ ફંગસ’- દિવસેને દિવસે ગુજરાતના મહાનગરોમાં વધી રહ્યા છે કેસ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.

ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જયારે બ્લેક ફંગસની સાથે વ્હાઈટ ફંગસ પણ લોકોને પોતાના ભરડામાં લઇ રહી છે જે ખુબ જ ગંભીર બાબત કહી શકાય. જયારે હાલમાં ગુજરાતમાં બ્લેક ફંગસના ૧૨૦૦ જેટલા કેસ નોધાય ચુક્યા છે. ત્યારે બ્લેક ફંગસ વચ્ચે અમદાવાદમાં વ્હાઈટ ફંગસના ૭ કેસ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે અમદાવાદમાંથી સોલા સિવિલમાં વ્હાઇટ ફંગસના ૨ કેસ સામે આવ્યા છે તો સિવિલમાથી વ્હાઇટ ફંગસના 4 કેસ સામે આવ્યા છે અને સાથે ખાનગી હોસ્પીટલમાં પણ ૧ કેસ સામે આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ બીમારીની સારવાર માટે જરૂરી ઇન્જેક્શનની ભારે અછત ઉભી થઇ છે.

સુરત શહરેમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પીટલમાં મ્યુકરમાઈકોસિસના હાલ ૧૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે ખાનગી હોસ્પીટલમાં આશરે ૫૦૦ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર હેઠળ દાખલ છે. જયારે ગઈ કાલે જ ૮ મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સર્જરી સરકારી હોસ્પીટલમાં કરવામાં આવી હતી. જોવા જઈએ તો આજ દિવસ સુધીમાં સરકારી હોસ્પીટલમાં કુલ ૫૬ જેટલી સર્જરી થઇ ચુકી છે.

ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક ગણી શકાય કે સમગ્ર દેશમાં બ્લેક ફંગસના કેસના મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો બીજો નંબર આવે છે. બ્લેક ફંગસને કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકોના મોત થયા છે. જયારે ગુજરાતમાં ૧૧૬૩ કેસ અને ૬૩ જેટલા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

બ્લેક ફંગસના ભારતમાં વધતાં કેસ:
સમગ્ર ભારત દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. અપૂરતી સુવિધાઓને કારણે કેટલાય દર્દીઓને પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે. ત્યારે હજુ કોરોનાની આ મહામારી ખતમ નથી થઇ ત્યાં બીજી એક મહામારી સામે આવી છે. જેને લીધે દેશમાં બ્લેક ફંગસમના કેસ ખુબ તેજીથી નોંધાય રહ્યા છે. સમગ્ર દેશમા આ બીમારીના અત્યાર સુધીમાં ૭ હજારથી વધુ કેસો સામે આવી ચુક્યા છે અને આ ખતરનાક બીમારીને કારણે ૨૦૦ લોકોના મોત પણ થઇ ચુક્યા છે. જેથી કેન્દ્ર સરકારે બ્લેક ફંગસને મહામારી જાહેર કરવા માટે રાજ્યોને આદેશ આપી દીધા છે.

બ્લેક ફંગસ કરતા પણ જોખમી છે આ વ્હાઈટ ફંગસ:
આ બિમારી બ્લેક ફંગસ કરતા ખુબ વધારે ખતરનાક છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્હાઇટ ફંગસથી ફેફસા સંક્રમિત થાય છે અને શરીરના બીજા અંગ જેવા કે નખ, સ્કીન, પેટ, કિડની, મગજ અને  ગુપ્તાંગમાં પણ સંક્રમણ ફેલાઇ શકે છે. જેથી તે ખુબ જ વધારે જોખમી છે.

આ રીતે દર્દીમાં જાણ થઈ વ્હાઈટ ફંગસના સંક્રમણની:
આ ચાર દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. આ તમામ દર્દીઓ કોરોનાથી નહિ પરંતુ વ્હાઈટ ફંગસથી સંક્રમિત હતા. આ દર્દીઓમાં કોરોનાના ત્રણેય ટેસ્ટ રેપિડ એન્ટીબોડી, ટેસ્ટ રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર નેગેટિવ આવ્યા હતા. તપાસ કરતાની સાથે જ ફક્ત એન્ટી ફંગલ દવાઓથી તેઓ સાજા થઈ ગયા હતા.

કોરોના અને વ્હાઈટ ફંગસ વચ્ચે અંતર સમજવું મુશ્કેલ:
વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસામાં ફેલાયેલ સંક્રમણના લક્ષણ એચઆરસીટીમાં કોરોનાના સંક્રમણ જેવા જ દેખાય છે. જેમાં બંને વચ્ચેનું અંતર સમજવું મુશ્કેલ બની જાય છે. જેથી દર્દીઓમાં રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર નેગેટિવ આવે છે. તબીબોનું કહેવું છે કે જો એચઆરસીટીમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો વ્હાઈટ ફંગસની જાણકારી મેળવવા માટે કફની તપાસ કરવી ખુબ જરૂરી છે.

રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે પણ થઇ શકે છે વ્હાઈટ ફંગસ :
વ્હાઈટ ફંગસ એ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે પણ થઇ શકે છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી, ડાયાબિટિસ, એન્ટીબાયોટિકનું સેવન, લાંબા સમય સુધી કરવામાં આવેલ સ્ટેરોઈડનું સેવન, કેન્સરના દર્દીઓ જે દવા લઇ રહ્યા છે તેમનામાં આ વ્હાઈટ ફંગસનું સંક્રમણ ફેલાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *