Lok sabha election 2024: સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ખેલ પાડી દીધા પછી હવે પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ બહાર પાડવામાં આવ્યો છે. કોંગ્રેસના પંચમહાલ લોકસભા બેઠક પરના ડમી ઉમેદવાર ભાજપમાં જોડવામાં આવશે. 2017માં વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા કોંગી ઉમેદવાર (Lok sabha election 2024) ભાજપમાં અમિત શાહની હાજરીમાં આવતીકાલે જોડવામાં આવશે. રાજકોટમાં પણ ટિકિટ માગનાર ઉમેદવાર ભાજપમાં જોડાઈ શકે છે.
મળતી વિગતો મુજબ, પંચમહાલ બેઠક પર કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણનાં પત્નીની રશ્મિતા ચૌહાણ સહિતના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપનો ખેસ પહેરશે. ભાજપ દ્વારા કોંગ્રેસનાં મૂળિયાં સાફ કરવા માટે પાર્ટીમાં કોંગી નેતા અને કાર્યકરોને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ગોધરાના ગ્રાઉન્ડમાં શાહની સભા
લોકસભાની ચૂંટણી પહેલાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 70 જેટલા કાર્યકરે કોંગ્રેસને અલવિદા કહી દીધું, ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો આવતીકાલે કેસરિયા ધારણ કરશે.
આવનારી લોકસભાની ચૂંટણીપ્રચાર માટે ભાજપના સ્ટારપ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેરસભાને સંબોધન કરશે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચુૂટણીપ્રચાર માટે આવતીકાલે અમિત શાહ ગોધરા ખાતે સભા ગજવશે, ત્યારે તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ધારણ કરીને ભાજપમાં જોડાશે.
દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ડેલિગેટ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા દુષ્યંતસિંહ ચૌહાણ, તેમનાં પત્ની અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણ ભાજપમાં જોડવા જઈ રહ્યા છે. દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા પછી નારાજ હતા.
નારાજગી પછી દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે વિધાનસભાની ચૂંટણી લડેલા દુષ્યંતસિંહ હવે ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દુષ્યંતસિંહ ચૌહાણ પણ મળ્યા હતા. કાર્યકરો અને વિવિધ હોદ્દેદારો, મહિલા હોદ્દેદારો, શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ હાજર રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App