લગ્ન પ્રસંગમાં જતાં કાળ ભેટ્યો: વડોદરામાં આઈસર અને ટ્રેલરનો ધડાકાભેર અકસ્માત; 1થી વધારેના મોત અને 29થી વધારે ઘાયલ

Vadodara Accident: વડોદરા જિલ્લાના સાંકરદા ગામે આઇસર ટેમ્પો ભરીને સામાજીક પ્રસંગે જઇ રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. સામેથી આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારતા ટેમ્પો પલટી…

Vadodara Accident: વડોદરા જિલ્લાના સાંકરદા ગામે આઇસર ટેમ્પો ભરીને સામાજીક પ્રસંગે જઇ રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. સામેથી આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હોવાથી ટ્રક અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત(Vadodara Accident) થયો હોવાનું સામે આવ્યું છે.તેમજ આ આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 30થી વધુ લોકોને ઇજા થવાની જાણકારી મળી છે.

સામાજિક પ્રસંગમાં જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ ભાદરવા સાકરદા પાસે અકસ્માત થયો છે. ઘાયલોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાવલી તાલુકાનાં ભાદરવા સાંકળદા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચાયડા ગામ પાસે બાવાની મડી આગળ ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માત થયો છે. આઈસરમાં બેઠેલા લોકો અડાસથી નટવર નગર ગામ ખાતે સામાજિક પ્રસંગે જતાં હતાં.આ અકસ્માતમાં 10થી વધુ લોકો ને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા છે. ગંભીર અકસ્માતના પગલે રસ્તા ઉપર લોક ટોળા ઉમટ્યા છે. રસ્તા ઉપર ટ્રાફિક જામ થતાં ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

કેબિનમાં બેઠેલા મુસાફરો ગંભીર ઇજાગ્રસ્ત થયા
વડોદરા શહેર-જિલ્લામાં ભારદારી વાહનની ટક્કરે અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આજે સવારે જિલ્લાના સાંકરદા ગામે આઇસર ટેમ્પો ભરીને સામાજીક પ્રસંગે જઇ રહેલા લોકોને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઇ પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, અડાસથી ટેમ્પો ભરીને લોકો સામાજીક પ્રસંગે જવા માટે સાંકરદાના મોક્સી ગામ તરફના રસ્તે નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં સામેથી આવતા ડમ્પરની ટક્કરે ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો પલટી જતા તેમાં પાછળ કેબિનમાં બેઠેલા મુસાફરો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.

2થી વધુ લોકોના મોત નીપજ્યાં
આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉંમટી પડ્યા હતા. ઉપરાંત અનેક લોકો ઈજા પામ્યા હોવાથી 10થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રરસ્તો અને તુરત જ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળ ઉપર 2થી વધુ લોકોના મોત નીપજ્યાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

ડમ્પર ચાલકો સામે રોષની લાગણી
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે લોકોમાં ડમ્પર ચાલકો સામે રોષની લાગણી જોવા મળી રહી છે.