આજકાલ મહિલાઓ પર અત્યાચારના કેસો દિવસેને દિવસે વધતા જોવા મળે છે. સાસરાવાળા તરફથી માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાસુ સસરાએ તેની વહુને દીકરીની જેમ વિદાય આપી હતી.
જાણવા મળ્યું છે કે, કેશોદના મેસવાણ ગામે પુત્રના અવસાન બાદ સાસુ સસરાએ પુત્રવધુને દિકરી માની લગ્ન મંડપ રોપી અન્ય યુવક સાથે પરણાવી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. આજથી બે વર્ષ પહેલાં કેશોદના મેસવાણ ગામે રહેતાં હાજાભાઇ રામભાઇ વાઢિયા અને રાંભીબેન વાઢિયાના પુત્ર વિજયભાઇએ પુરીબેન નામની યુવતી સાથે ગામમાં જ પ્રેમલગ્ન કર્યા હતાં.
હજુ તો માંડ સંસાર માંડયો તેનું 1 વર્ષ થયું ત્યાં તો વિજયભાઇનું અકારણોસર અવસાન થયું હતુ. આ ઘટનાથી માતા પિતા પુત્રવધુ સહિત પરીવાર પર શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ સાસુ સસરાને વિધવા બનેલ પુત્રવધુની ચિંતા થવા લાગી હતી અને પુત્રવધુને દીકરી કરતાં પણ વધુ પ્રેમથી રાખવા લાગ્યાં હતા.
આ દરમિયાન નાની ઉંમરે વિધવા બનેલી પુત્રવધુ માટે તેમણે મુરતીયો ગોતવાનું શરું કર્યું. અંતે બાજુમાં આવેલ કાલવાણી ગામે રહેતાં કારાભાઇ વાડલિયા અને ભુરીબેન વાડલિયાના પુત્ર અરવિંદ સાથે પુત્રવધુને પરણાવવાનું નક્કી કર્યું. અને તા.24મે ના રોજ પુત્રવધુને દિકરી માની કન્યાદાન કરી વળાવી દરેક સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.