રાજકોટ(Rajkot): શહેરમાંથી એક ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, રાજકોટમાં રહેતાં વૃદ્ધાનું ગઈકાલના રોજ દુઃખદ નિધન થયું હતું. વૃદ્ધ માતાને સંતાનમાં દીકરો ન હોવાથી તેમની ચારે દીકરીઓ કાંધ આપી અને અગ્નિસંસ્કાર કર્યા હતા. આ રીતે તેઓએ પોતાની માતાની ઈચ્છા પૂર્ણ કરી હતી. તેમજ પોતાની ફરજ પણ નિભાવી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી દીકરાઓ માતાની અર્થીને કાંધ આપે તેવી પરંપરાઓ ચાલી રહી છે, જે હવે ધીમે ધીમે બદલાતી જાય છે. જૂની પરંપરાને બદલે છેલ્લા ઘણા સમયથી તમે એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં દીકરીઓ માતા-પિતાની અર્થીને કાંધ આપીને દીકરાની ગરજ સરતી હોય છે.
રંગીલા રાજકોટમાં માતાના નિધન બાદ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે માતાની અર્થીને ચાર દીકરીઓએ કાંધ આપતા અનોખા દ્રશ્યો સર્જાયા હતા. ચાર દીકરીઓએ એક દીકરાની ફરજ બજાવી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પડ્યું છે.
માતાની અંતિમયાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા. તે દરમ્યાન દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને દીકરાની ગરજ પૂરી કરી હતી. જેના વિડીયો પણ વાઈરલ થઇ રહ્યા છે. અંતિમયાત્રા દરમ્યાન કરુણ દ્રશ્યો સર્જાતા ત્યાં હાજર દરેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા અને દરેક લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
મળતી મહીતી અનુસાર, આ સમગ્ર ઘટના રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી સોમનાથ રીયલ હોમ સોસાયટીમાં બનવા પામી હતી. છેલ્લા 5 વર્ષથી અહિયાં વસવાટ કરતા દિવાળીબેન લાલજીભાઈ રૈયાણીનું કરુણ નિધન થયું હતું.
દિવાળીબેનનું કરુણ મૃત્યુ થયા બાદ તેમની ચાર દીકરીઓ સવિતાબેન પાદરીયા, મુક્તાબેન ડોબરીયા, ભાનુબેન ખુટ અને રંજનબેન લુણાગરિયએ પોતાની માતાશ્રીની અર્થીને કાંધ આપી હતી. દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને દીકરાની ગરજને સારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.