એમ્બ્યુલન્સમાં ધો.12ની પરીક્ષા આપવા પહોચી ભાવનગરની ઈશિતા- દ્રશ્યો જોઈને ભલભલા બોલી ઉઠ્યા ‘વાહ દીકરી વાહ…’

જો આપને કોઈ કાર્ય પૂર્ણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યે હોય તો ગમે તેવી મુશ્કેલી આવે આપણને કોઈ હરાવી શકતું નથી. જો મન હોય તો માળવે જવાય તેવીજ રીતે ઈરાદાઓ મજબૂત હોય તો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ગમે તેટલી અડચણો આવવા છતાં પણ જેઓને સફળતા પ્રાપ્ત કરવી જ છે, તેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નડતી નથી.

આ કહેવતને આજે એક વિદ્યાર્થિની સાચી સાબિત કરી રહી છે. ભાવનગરમાં એક વિદ્યાર્થિનીનો કમરથી નીચેનો ભાગ ખોટો પડતા ચાલવા માટે અસર્મથ હોવા છતાંય હિંમત કરીને એમ્બ્યુલન્સમાં ધોરણ 12ની પરીક્ષા આપવા માટે આવી છે. આ વિદ્યાર્થિનીનું નામ ઈશિતા વ્યાસ છે.

ઈશિતા મક્કમ મનોબળ સાથે ખુરશીમાં બેસીને પેપર લખ્યું હતું. જયારે આ દૃશ્ય લોકોએ જોયા તો બોલી ઊઠ્યા હતા કે, ‘વાહ દીકરી વાહ’. મંગળવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. વિદ્યાર્થીઓ ભારે જોશ અને ઉમંગઉત્સાહ સાથે પરીક્ષા આપી રહ્યા છે.

ત્યારે ધોરણ 12ની એક્સટર્નલ વિદ્યાર્થિની તરીકે ઈશિતા પણ પરીક્ષા આપી રહી છે. ઈશિતાનો કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો હોવા છતાય એમ્બ્યુલન્સ મારફતે પરીક્ષા આપવા માટે પહોચી હતી. ઈશિતાએ હિંમત હાર્યા વિના કપરી કસોટીનો અડગ બનીને સામનો કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે.

વિદ્યાર્થિની ઈશિતા સાથે અવત કરતા તેણે જણાવ્યું કે, ન્યુઓમાઈટીસ એપ્ટિકા નામની બીમારી થઈ હોવાના કારણે ગયા વર્ષે હું પરીક્ષા આપી શકી ન હતી. આ બીમારીના દર્દીઓની રિકવરી અશક્ય હોય છે અને કેટલાકની શક્ય પણ હોય છે. પણ હજુ મારી સંપૂર્ણ રિકવરી થઇ નથી. તેને વધુમાં કહ્યું કે, અમારા જેવા વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે.

ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા માટે ખ્યાતનામ બનેલા સર્વધર્મ એમ્બ્યુલન્સના સંચાલક સલીમભાઈ શેખે ઈશિતાના ઉત્સાહને જોઇને પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કહ્યું કે, તમામ પ રીક્ષા કેન્દ્રો સુધી ઈશિતાને ઘરેથી પરીક્ષા ખંડ સુધી સ્ટ્રેચરમાં વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે. તેમણે વિનામૂલ્યે તેડી-મૂકી જવાની જવાબદારી સંભાળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *