સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓને પેપર બાદ BRTS બસની રાહે અડધો કલાકનો સમય વેડફાયો- હેમાલી બોઘાવાલાએ જાણો શું કહ્યું?

સુરત(Surat): બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરતમાં સંકલન બેઠકની પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ તમામ બેઠકો પોકળ સાબિત થઈ છે. રૂસ્તમબાગ BRTS…

સુરત(Surat): બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરતમાં સંકલન બેઠકની પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ તમામ બેઠકો પોકળ સાબિત થઈ છે. રૂસ્તમબાગ BRTS બસ સ્ટેન્ડ સહિત અનેક બસ સ્ટેશનો પર વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. BRTSમાં અનિયમિતતનો માર બોર્ડના વિદ્યાર્થીઓને વેઠવો પડ્યો હતો અને અંદાજે અડધો કલાક જેટલો સમય બસની રાહમાં વેડફાયો હતો. મેયર હેમાલી બોઘાવાલા(Hemaliben boghawala)એ કહ્યું કે, આ અંગે કોઈ ફરિયાદ મળી નથી. જો કોઈ સમસ્યા હશે તો ચોક્કસપણે વધુ બસો દોડાવવામાં આવશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પોલીસ કમિશનર સાથે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આવા તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓને ઘરે જતી સમયે અડધો કલાકનો સમય વેડફાયો હતો.

BRTS બસ સ્ટેન્ડ ઉપર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા તેના કારણે એકાદ બસ આવે તો પણ અન્ય વિદ્યાર્થીઓ બસમાં અંદર જઈ શકે તેમ ન હતા. જેને કારણે તેને બીજી બસ આવવાની મજબુરીથી રાહ જોવી પડી હતી અને બીજી બસ ન આવવાને કારણે તેણે બસ સ્ટેન્ડ પર ઘણો સમય બગાડ્યો હતો. જેના કારણે પરીક્ષાની તૈયારી માટે એક મિનિટનો સમય પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મૂલ્યવાન છે. પરંતુ કોર્પોરેશનના યોગ્ય સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ હતી. લાખો રૂપિયાના ખર્ચે બનેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં પાણીની સુવિધા દેખાતી ન હતી પરંતુ વિદ્યાર્થીઓએ વધુ સુવિધાની માંગણી કરી ન હતી પરંતુ યોગ્ય સમયે બસ તો આવી જોઈએ ને જેથી તેઓ પોતાના ઘરે સમયસર પરત ફરી શકે, એ પ્રકારે વિદ્યાર્થીઓનું પણ માનવું હતું.

સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા સાથે આ અંગે વાત કરતા કહ્યું હતું કે, બોર્ડના વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટેનું આયોજન યોગ્ય રીતે તંત્ર દ્વારા કરવામાં આવ્યું જ છે. કદાચ કોઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હશે તો અત્યારે હું અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરીને વિદ્યાર્થીઓને આગામી સમયમાં મુશ્કેલી ન પડે તેના માટેના તરત જ આદેશ આપી દઈશ. જોકે હજી અમારા સુધી આ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી કે જેને કારણે વિદ્યાર્થીઓને બસની રાહ જોવા માટે અડધો કલાકથી વધારે સમય માટે બસ સ્ટેન્ડ પર ઉભુંરહેવું પડ્યું હોય. છતાં તપાસમાં આ અંગે જો મુશ્કેલી થઈ હશે તો ચોક્કસથી આગામી સમયમાં વધારે બસો પણ દોડાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *