લગ્ન પહેલા જ યુવતીએ આપ્યો બાળકીને જન્મ- કારણ જાણી પરિવારે ત્યજી દીધી બાળકી અને…

રાજકોટ(ગુજરાત): આજકાલ દુષ્કર્મના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન પડધરી નજીક એક તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ 108 થતાં તાત્કાલિક અસરથી 108નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી બાજુ સમગ્ર મામલે 108ને કોલ કરના ખેડૂતની ફરિયાદના આધારે પડધરી પોલીસ દ્વારા તાજી જન્મેલી બાળકીને ત્યજી દેનાર સગીરા અને તેના માતા-પિતા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા પ્રથમ સગીરાના માતા-પિતા અને ત્યારબાદ બાળકીને જન્મ આપનાર સગીરાની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સગીરા સાથે કોઈ શખ્સે દુષ્કર્મ કર્યું હોવાના કારણે તે ગર્ભવતી બની હતી. જેના કારણે તેને બાળકીને જન્મ આપવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું હતું.

આ દરમિયાન, હાલ પોલીસ દ્વારા સગીરાને કોણે પોતાની હવસનો શિકાર બનાવી તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. બીજી બાજુ એવું પણ સામે આવી રહ્યું છે કે, બાળકીને જન્મ આપનાર પરિવારે બાળકીને તરછોડી દીધી છે. કુવારી માતાના કૂખે જન્મેલી દીકરીને પરિવારે તરછોડતા રાજકોટ શહેરના કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે તેને આશરો આપવામાં આવ્યો છે.

ગયા અઠવાડિયે રાજકોટ ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા પડધરી પોલીસને માહિતી મળી હતી કે, પડધરી પાસેથી એક તાજી જન્મેલી બાળકી મળી આવી છે. તો સાથે જ ત્યાંથી સો મીટર દૂર એક મહિલાના લોહીવાળા પગલાં પણ નજરે પડ્યા છે.

જેથી પોલીસને શંકા હતી કે, જે સ્થળેથી બાળકી મળી આવી છે તેની નજીકમાં જ ડીલેવરી થઇ છે. જેને બાળકીના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તેમજ મહિલાના લોહીવાળા પગલાના ચિન્હ જ્યાંથી મળી આવ્યા હતા ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેનો ફોરેન્સિક રિપોર્ટ કરાવતા તેમાં બાળકીનો જન્મ રાત્રિના સમયે થયો હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *