આજ પછી કોઈપણની છેડતી નહીં કરે આ લફંગો, એક છોકરીએ કર્યા એવા હાલ કે…

Bihar Viral Video: ટપોરીઓનો આતંક આજકાલ દરેક જગ્યાએ વધી ગયો છે. જ્યાં દરેક શહેરની છોકરીઓ ઘરેથી એકલા બહાર જતા ડરે છે, તેમજ ગલી મહોલ્લામાં રાહ જોઈને બેસેલા આ લફંગાઓ છોકરીઓ સાથે છેડતી કરે છે. કેટલીક વખત આ રોમિયો છોકરીઓની (Bihar Viral Video) છેડતી કરવામાં બરાબરના ભરાઈ જાય છે. એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો શેખરપુરા નું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહીંયા એક છોકરાને એક છોકરી સાથે ફ્લટ કરવું ભારે પડી ગયું છે. એ કેટલું ભારે પડી ગયું તમે જોઈ લો વિડિયો.

છોકરીએ બરાબરની ધોલાઈ કરી
હકીકતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક ટપોરી છાપ છોકરાએ છોકરીની છેડતી કરી હતી. ત્યારબાદ છોકરીનો પીતો જતા તેણે હાથમાં લાંબી લાકડી લઈ છોકરાને મન ફાવે તેમ મારવા લાગી. છોકરાને પીઠમાં ખભા પર કમર પર અને પગમાં જોરથી વાર કરી રહી છે. આજુબાજુમાં ભેગી થઈ ગયેલી ભીડ પણ છોકરીને પ્રોત્સાહન આપી રહી છે. અને છોકરો દુખાવાથી તડપી રહ્યો છે.

આવતા જતા ખરાબ ખરાબ વાતો કરતો હતો
જણાવવામાં આવી રહ્યું છે કે આ છોકરો છોકરીને ઘણા દિવસથી હેરાન કરી રહ્યો હતો સાથે જ છોકરી સામે બીભત્સ ચેનચાળા તેમજ અશ્લીલ કમેન્ટ પણ કરતો હતો. જ્યારે ગામ લોકોને આ વાતની ખબર પડી ત્યારે તેણે છોકરાને પકડી તે છોકરી ને હવાલે કરી દીધો.

ત્યારબાદ છોકરીએ મોટી લાકડી લઈ તેને એવો ધોયો એવો ધોયો કે તેને તેની નાની યાદ આવી ગઈ. હવે તે કોઈ દિવસ કોઈ પણ સ્ત્રીની છેડતી નહીં કરે. અહીંયા એક વાત તો સાબિત થાય છે “વો સ્ત્રી હૈ, વો કુછ ભી કર સકતી હૈ”