ગુજરાતમાં હત્યાની ઘટનાઓમાં સતત વધારો થવાં જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. દાહોદ પાસે આવેલ નાનીસારસી ગામમાં અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મંગળવારે સવારમાં દાહોદના નાના ડબગરવાડ વિસ્તારના 19 વર્ષનાં યુવકની ગળે ઘા મારેલી સળગાવી દેવાયેલી લાશ મળી હતી.
LCB એ તપાસ કર્યાં પછી આ પ્રકરણમાં દાહોદના કુલ 17,15 તથા 14 વર્ષનાં કિશોરને પકડી પાડવામાં આવ્યા હતાં. હત્યામાં કુલ 3 કિશોરની સંડોવણી સામે આવી હતી. સગીર આરોપીઓએ ‘સાવધાન ઇન્ડિયા’ સિરિયલ જોઈને હત્યાનું કાવતરું બનાવ્યું હતું.
મૃતકે શહેરમાં જ રહેતાં એક 17 વર્ષનાં કિશોરને આઠ મહિનામાં ટુકડે-ટુકડે વ્યાજ ઉપર કુલ 20,000 રૂપિયા આપ્યા હતાં. વ્યાજ સાથે માંગવામાં આવેલ 1 લાખ રૂપિયા આપવા ના પડે તેની માટે તેની હત્યાનું પ્લાનિંગ કરીને 17 વર્ષનાં કિશોરે 14 તેમજ 15 વર્ષની ઉમરના ખાસ મિત્રોને પોતાની સાથે રૂપિયાની લાલચ આપીને લીધા હતાં.
હત્યાના પ્લાનિંગના ભાગ રૂપે ત્રણેય કિશોર સપ્તાહ અગાઉ જ ડિવાઇડરની વચ્ચે નાની તલવાર ખાડો ખોદીને સંતાડી આવ્યા હતાં. સોમવારે રાત્રે પોતે હાઇવે પર સોનુ દાટી રાખ્યું છે તથા તે આપીને ચુકવણુ કરવાનું કહી મૃતકને બોવાલી હત્યા કરી નાંખવામાં આવી હતી. તાલુકા પોલીસે વધુ તપાસ માટે કોર્ટમાંથી મંજુરી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દાહોદ શહેરના નાના ડબગરવાડ વિસ્તારના 19 વર્ષનાં જગદીશ દેવડાએ શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતાં 17 વર્ષનાં કિશોરને 8 મહિના પહેલાં કુલ 20,000 રૂપિયા વ્યાજે આપ્યા હતાં. વ્યાજની સાથે 1 લાખ રૂપિયા થઇ ગયા હોવાનું જણાવીને જગદીશ ઉઘરાણી કરી રહ્યો હતો.
જેથી 17 વર્ષીય કિશોરે તેની હત્યાનું કાવતરું ઘડીને દાહોદ શહેરમાં જ રહેતાં તેના 14 તથા 15 વર્ષના બે મિત્રોને સાથે લીધા હતાં. એક સપ્તાહ પહેલાં જ 17 વર્ષીય કિશોર બંને મિત્રો સાથે જઇ્ને હાઇવેના ડિવાઇડર વચ્ચે નાની તલવાર દાટી આવ્યો હતો. 22 તારીખની રાત્રે 17 વર્ષનાં કિશોરે વ્યાજના 2,000 રૂપિયા આપવા જગદીશને ઇન્દોર રોડની પોલીસ ચોકી પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો.
તેણે હાઇવે પર સોનું દાટી રાખ્યું છે તેને કાઢીને રૂપિયા રૂપિયા ચૂકવી આપવાનું જણાવી જગદીશને તેની સાથે હથોડી લઇને આવવાનું કહ્યું હતું. રાત્રીનાં 10 વાગ્યે પોલીસ ચોકી નજીક ગયેલા જગદીશને 2,000 રૂપિયા વ્યાજના આપીને હાઇવે ઉપર ચા પીવા ગયા હતાં.
આ દરમિયાન 14 અને 15 વર્ષીય કિશોર પણ હાઇવે પહોંચી જઇને તેમની સાથે જોડાયા હતાં. પરત આવતી વખતે 17 વર્ષનાં કિશોરે લઘુશંકાનું બહાનું કાઢીને નાની સારસી ખાતે હાઇવે પર રોકાયા હતાં. ડિવાઇડર વચ્ચે જઇને ત્યાં સોનું દાટ્યું હોવાનું કહ્યું હતું.
આ વખતે તકનો લાભ લઇને જગદીશની હથોડીથી તેના માથે પ્રહાર કરવા સાથે નાની તલવારથી ગળું કાપી નાખવામાં આવ્યું હતું. ત્યાંથી ફરાર થઈ ગયાં પછી પેટ્રોલ લઇને પરત આવીને તેનો મૃતદેહ બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
LCB PI બી.ડી શાહ તેમજ પેરોલ ફર્લો PSI M.I. સિસોદીયા દ્વારા કુનેહથી ગણતરીના સમયમાં આ કરપીણ હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. જગદીશ હત્યા કરનાર આ ત્રણેય સગીરોને તાલુકા પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યા હતા. જ્યાંં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હત્યા કરવામાં કયા કિશોરે શું ભાગ ભજવ્યો ?
17 વર્ષીય કિશોર :
લઘુશંકાના બહાને ઉભા રહી ડિવાઇડર વચ્ચે જઇને જગદીશની હથોડીથી સોનું કાઢવા ખાડો ખોદવાનો ડોળ કરી જગદીશના માથે હથોડીના કુલ 3 ઘા માર્યા હતાં તેમજ 14 વર્ષનાં કિશોર પાસેથી કટાર લઇ ગળું કાપી નાખ્યું હતું.
14 વર્ષીય કિશોર :
17 વર્ષીય કિશોરે હથોડી ઝીંકી ત્યારે પીઠ ઉપર કટારના 3 ઘા મારીને, પેટમાં પણ ઘા માર્યા હતાં પણ જેકેટને કારણે ગંભીર ઇજા થઇ ન હતી. જગદીશે બૂમાબૂમ કરતાં મોં દાબી દીધું ત્યારે જ 17 વર્ષીય કિશોરે ગળું કાપ્યું હતું.
15 વર્ષીય કિશોર :
17 તથા 14 વર્ષીય કિશોર ઘા મારતી વખતે બેકાબૂ જગદીશને કાબૂમાં લાવવા માટે બંને પગ પકડ્યા, જગદીશને બાળી નાખવા માટે પેટ્રોલ પંપ ઉપર જઇને કુલ 50 રૂપિયાનું પેટ્રોલ ખરીદી લાવ્યો હતો.
ભેદ કલાકોમાં કઇ રીતે ઉકેલાયો ?
હત્યાની ગંભીરતાને જોઇ રેન્જ DIG M.S. ભરાડાની સૂચનાથી SP હિતેશ જોયસર, ASP શેફાલી બરવાલે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આની સાથે જ LCB PI બી.ડી શાહ, PSI પી.એમ મકવાણા, પેરોલ ફર્લો PSI એમ.આઇ સિસોદીયા તેમજ સ્થાનિક પોલીસ તપાસમાં લાગી ગઈ હતી.
એલસીબી PI શાહે બાતમીદાર તથા ટેકનિકલ સોર્સ તેમજ સોશિયલ મીડીયાનો ઉપયોગ કરતાં ગણતરીના કલાકોમાં ત્રણેય કિશોર પોલીસના રડારમાં આવી ગયા હતાં. ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ત્રણેય યુવકોએ ગુનાની કબૂલાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.