અમદાવાદ(Ahmedabad): ઓનલાઈન ખાવાનું મંગાવવામાં આવે, તેમાં જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે ફરી એક વખત ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. જેનો હાલ એક્ટર હેમાંગ દવે (Hemang Dave)નો વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હજુ સુધી આ વીડિયોને લઈને અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ શાખા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
એક્ટરે ઓનલાઇન ફૂડનો વીડિયો પોસ્ટ કર્યો:
મળતી માહિતી અનુસાર, એક્ટર હેમાંગ દવે દ્વારા ઓનલાઇન ફૂડમાં વંદો નીકળ્યો હોય તેવો વીડિયો પોસ્ટ કર્યો છે. હોનેસ્ટના ફૂડ પેકેટમાંથી વંદો મળી આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થઇ રહ્યો છે. ગઈકાલે રાતે હોનેસ્ટનું ડિનર પેક ઓર્ડર કર્યું હતું. જોકે, હજુ સુધી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
View this post on Instagram
અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે:
અગાઉ પણ આ રીતે ઓનલાઇન ઓર્ડર કરેલા ફૂડમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જે-તે સમયે પણ ગ્રાહકો દ્વારા સોશિયલ મીડિયા પર આ પ્રકારની ઘટના અંગે ધ્યાન દોરવામાં આવી ચૂક્યું છે. છતાં ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. આમ, બહારથી મળતાં આ પ્રકારના ભોજન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.