PM મોદી ગુજરાત પ્રવાસે, સુરતના આ વિસ્તારમાં ગજવશે સભા- ગોઠવી દેવાયો લોખંડી બંદોબસ્ત

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)ના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના થોડા દિવસો જ બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામી ગયો…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)ના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના થોડા દિવસો જ બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તડામાડ  તૈયારીઓ કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી ગુજરાતમાં આવીને રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે.

PM મોદી સુરતની મુલાકાતે:
મહત્વનું છે કે, આજે PM મોદી સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. PM એરપોર્ટ ખાતે ઉતર્યા પછી મોટા વરાછાના ગોપીન ફાર્મ સુધી 32 કિલોમીટર બાયરોડ જશે. જ્યાં ગોપીન ફાર્મ ખાતે જંગી જનસભાને સંબોધશે. બીજી બાજુ PM મોદીના આગમનને લઇને સભા અને રૂટ પર અડચણ ન થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાહનોની અવર જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

સુરક્ષાને ધ્યાને લઇને ગોઠવાયો લોખંડી બંદોબસ્ત:
જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનની મુલાકાતને પગલે વાહનચાલકોને અન્ય રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બીજી તરફ PM મોદીની સુરક્ષાને ધ્યાને લઇને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં DCP-14, ACP-22 PI-70, PSI-130 સહીત 1500 પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે અને આ સાથે હોમગાર્ડ-1000, TRB-500 અને SRPની 4 કંપનીઓના જવાનો પણ સૂરક્ષામાં ખડેપગે તૈનાત રહેશે.

PM મોદી આજે ફરી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 2 દિવસમાં PM મોદી 7 જેટલી સભાને સંબોધન કરશે. તેઓ ખેડા, નેત્રંગ અને સુરતમાં જનસભાને સંબોધન કરશે. જ્યારે PM મોદીની 28 નવેમ્બરે અંજાર, જામનગર, પાલીતાણા અને રાજકોટમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *