સુરતમાં ચુંટણી બની લોહિયાળ- ગોપાલ ઈટાલીયાની જનસભામાં થયો પથ્થરમારો, બાળકને આંખ પર વાગતા…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat Election 2022)ને લઇને રાજકારણ ગરમાય ગયું છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો કાદવ ઉછાળમાં આવી રહ્યા છે. તેવામાં સુરત(Surat) ખાતે આમ આદમી પાર્ટી(AAP)ની જનસભામાં વધુ એક વખત પથ્થરમારો થતાં ભાગદોડ મચી જવા પામી હતી. ગુજરાત ચુંટણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ(Katargam)માં ગોપાલ ઈટાલીયા(gopal italia)ની ઉપસ્થિતિમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ દરમિયાન આવારાતત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો:
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે જનસભા યોજાઇ રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સભા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક બાળકને છૂટા પથ્થરનો ઘા વાગતા તેને આંખના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગે જાણ થતા તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

પહેલા પણ AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે થયું હતું ઘર્ષણ:
તાજેતરમાં સુરતમાં સરથાણાના યોગી ચોકમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. AAP અને ભાજપના કાર્યકરોએ એક બીજા પર પથ્થરના છૂટા ઘા ઝીંકી દીધા હતા. આ સાથે પથ્થરમારો કરી AAP અને ભાજપના કાર્યકરોએ કારોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઇને દોડધામ મચી ગઈ હતી. જે અંગે જાણ થતાં પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *